
લોસ એંજલ્સ તા.22 એપ્રિલ 2019, સોમવાર
જગવિખ્યાત ફ્રેન્ચ અભિનેતા ફિલ્મ સર્જક રોમાં પોલાન્સ્કીએ એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટસ્ એન્ડ સાયન્સીઝ સામે કાનૂની કેસ માંડયો હતો.
ગયા વર્ષે એકેડેમીએ નૈતિક વ્યવહારના કહેવાતા ગેરવર્તન બદલ રોમાં પોલાન્સ્કીને એકેડેમીના સભ્યપદેથી બરતરફ કર્યા હતા. એકેડેમીમાં મારી પુનર્સ્થાપના કરો નહીંતર.. એવી કાનૂની નોટિસ રોમાંએ એકેડેમીને મોકલી હતી એવું ડેઇલી મેઇલ કો યુકે ડૉટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું.
85 વર્ષના પોલાન્સ્કીના વકીલે લોસ એંજલ્સ સુપરિયિર કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે કોઇ પુરાવા વિના મારા અસીલને બરતરફ કરાયા હતા અને એમને પોતાની વાત કહેવાની તક સુદ્ધાં આપવામાં આવી નહોતી. એમને આદરભેર પુનર્સ્થાપિત કરવામાં આવે અથવા બદનામી પેટે વળતર આપવાનો કેસ અમારે કરવો પડશે.
એકેડેમીએ જો કે સાવ ટૂંકા નિવેદનમાં કોર્ટને કહ્યું હતું કે પોલાન્સ્કીને ન્યાયપુરઃસર અને વાજબી રીતે કાઢવામાં આવ્યા હતા. એમની હકાલપટ્ટી યોગ્ય અને વાજબી કારણોસર હતી.કેસની સુનાવણી હજુ બાકી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UPv0Ia
via Latest Gujarati News
0 Comments