મૂળ ફિલ્મમાં હીરો ડરપોક:રિમેકમાં હીરો અક્ષયને બહાદુર દર્શાવશે


મુંબઇ તા. 21 એપ્રિલ 2019, રવિવાર

આગામી સોમવારથી અક્ષય કુમાર તામિલ હિટ ફિલ્મ મુની ૨ ઃ કંચનાની હિન્દી રીમેકનું શૂટિંગ શરૃ કરી દેશે. હિન્દીમાં હાલ તુરંત શિર્ષક લક્ષ્મી રાખવામાં આવ્યું ચે. જે ભવિષ્યમાં બદલાય એવી પૂરેપૂરી શક્યતા છે.

ફિલ્મ મેકરોએ આ ફિલ્મને હિન્દીમાં લાવવાની યોજના ઘડી પછીથી લેખક ફરહાદ સામજી હિન્દી દર્શકોને ગમે એવું  રૂપાંતર કરવામાં વ્યસ્ત છે. સૂત્રોએ કહ્યા મુજબ હિન્દી અને તામિલ સંસ્કૃતિ વચ્ચે મોટો તફાવત હોવાને કારણે  ફિલ્મની કથામાં સારો એવો બદલાવ કરવામાં આવ્યો છે.

તામિલ રીલિઝમાં  હીરો અકળ શક્તિઓથી તુરંત ગભરાઇ જતો. હિન્દી આવૃત્તિમાં અક્ષય ખેલાડી કુમાર નીડર અને નિર્ભિક હશે. ફિલ્મમાં હીરોઇન કિઆરા અડવાનીની પણ સશક્ત ભૂમિકા હશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VZk730
via Latest Gujarati News

Post a Comment

0 Comments