તિગ્માંશુ ધૂલિયા ફરી એકવાર ઇરફાન સાથે કામ કરશે


મુંબઇ તા. 21 એપ્રિલ 2019, રવિવાર

બળકટ ફિલ્મ નિર્દેશક એના ફેવરિટ કલાકાર ઇરફાન ખાન સાથે વધુ એક ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે. નોખા વિષય-વસ્તુ ધરાવતી એની ફિલ્મ મિલન ટોકિઝ ગયા મહિનાની પંદરમીએ રીલિઝ થઇ છે.

ઇરફાન ખાનને ગયા વરસે ન્યૂરોએન્ડોક્રાઇન ટયુમરનું નિદાન થયું હતું. આ વિશેે વિગત આપતા તિગ્માંશુએ કહ્યું કે ઇરફાન મુંબઇ પરત આવ્યો છે અને શૂટિંગમાં વ્યસ્ત છે. એ સારવારને યોગ્ય પ્રતિસાદ આપી રહ્યો છે. વધુ સારવાર માટે હવે એનું  લંડનમાં હોવું આવશ્યક નથી. એ ઘેર દવાઓ લઇ શકે છે.

પ્રસ્તાવિત ફિલ્મમાં દિગ્માંશુ અને ઇરફાન મિત્રોનું પાત્ર ભજવવાના છે. ફિલ્મનું શીર્ષક યાત્રા રહેશે. બન્નેએ અગાઉ પાનસિંઘ તોમર અને હાંસિલમાં સાથે કામ કર્યું છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UNhgOq
via Latest Gujarati News

Post a Comment

0 Comments