
નવી દિલ્હી તા.22 એપ્રિલ 2019 સોમવાર
સુપ્રીમ કોર્ટ સાથે સંકળાયેલા એેક વકીલે એવો દાવો કર્યો હતો કે હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ફસાવવા માટે કાવતરું ઘડાયું છે. મને પણ એમાં સહભાગી થવા માટે દોઢ કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી હતી.
ચીફ જસ્ટિસને ત્યાં અગાઉ કામ કરી ગયેલી એેક મહિલાએ ચીફ જસ્ટિસ પર જાતીય ગેરવર્તનનો આરોપ મૂક્યો હતો એના સંદર્ભમાં આ વકીલ બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે મને દોઢ કરોડની ઑફર કરનારા યુવકે કહ્યું હતું કે તમે પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયામાં એક પત્રકાર પરિષદ યોજો અને ચીફ જસ્ટિસ વિરોધી વાત કરો તો તમને દોઢ કરોડ રૂપિયા આપીશું. મેં આ વાતનો ઇનકાર કર્યો હતો અને ચીફ જસ્ટિસને આ વાતની જાણ કરવા એમને ઘેર ગયો હતો પરંતુ ચીફ જસ્ટિસ હાજર નહોતા.
આ વકીલે કહ્યું કે મને ઓફર કરનારા યુવકને મેં પૂછ્યું હતું કે સંબંધિત મહિલા સાથે તમારો શો સંબંધ છે ત્યારે એ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GpdaBN
via Latest Gujarati News
0 Comments