વંદે માતરમ નહીં ગાઉં, રાજદના નેતાએ કહ્યું


દરભંગા (બિહાર ) તા.22 એપ્રિલ 2019 સોમવાર

રાજદ પક્ષના સિનિયર નેતા, બિહાર રાજ્ય સરકારના એક સમયના પ્રધાન અને દરભંગા સંસદીય બેઠકના ઉમેદવાર અબ્દુલ બારી સિદ્દીકીએ કહ્યું કે હું ભારત માતા કી જય બોલવા તૈયાર છું. પરંતુ વંદે માતરમ ગીત તો હરગીઝ નહીં ગાઉં.

સિદ્દીકીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરનારા નથુરામ ગો઼ડસેની જાહેરમાં ટીકા કરી બતાવો તો હું તમને સાચા દેશભક્ત કહું.

સિદ્દીકીએ નથુરામ ગોડસેને દેશનો પહેલો આતંકવાદી ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે એકેશ્વરવાદમાં માનતી કોઇ વ્યક્તિ કદી વંદે માતરમ ગીત નહીં ગાય.

દરભંગા બેઠક પરથી  અગાઉ કીર્તિ આઝાદ ત્રણ વખતે સાંસદ રહી ચૂક્યા છે. આ વખતે કીર્તિ આઝાદ ધનબાદથી ચૂંટણી લડી રહ્યા છે. હવે દરભંગા બેઠક પર સિદ્દીકી અને ભાજના ગોપાલ ઠાકુર વચ્ચે સીધો મુકાબલો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DsHcnw
via Latest Gujarati News

Post a Comment

0 Comments