બાટલા હાઉસ એન્કાઉન્ટર વખતે સોનિયાએ આંસુ પાડ્યા હતા: અમિત શાહ


કોલકાતા તા.22 એપ્રિલ 2019 સોમવાર 

ભાજપ પ્રમુખે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના બચાવમાં આગળ આવતાં વિસ્ફોટક વિધાન કર્યું હતું કે બાટલા હાઉસ એન્કાઉન્ટર વખતે સોનિયા ગાંધીએ આંસુ વહાવ્યા હતા.

કોલકાતામાં એક પત્રકાર પરિષદમાં બોલતાં અમિત શાહે કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને એક બન્યોજ નહોતો એવા સાવ ખોટ્ટા કેસમા ફસાવવામાં આવ્યાં હતાં. હિન્દુ આતંકવાદના નામે એક સાવ કાલ્પનિક કેસ ઊભો કરવામાં આવ્યો હતો અને એમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ફસાવી દેવામાં આવ્યાં હતાં.

તેમણે વધુમાં કહ્યું કે સમઝૌતા એક્સપ્રેસના બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદ સહિત સૌને છોડવામાં આવ્યા હતા. એ સમયે અમેરિકાએ પણ લશ્કરનું નામ લીધું હતું. ક્યાં ગયા એ બધા કેસ અને ધડાકો કરનારા આરોપીઓ ? કોઇએ તો બ્લા્સ્ટ કર્યો હશે ને...

કોંગ્રેસના મોખરાના નેતા સોનિયા ગાંધીનું નામ પાડીને અમિત શાહે કહ્યું કે યુપીએની સરકાર હતી ત્યારે થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર વખતે સોનિયા ગાંધીએ આંસુ વહાવ્યા હતા. કદી કોઇ શહીદ માટે સોનિયા ગાંધીએ આંસુ વહાવ્યા છે ખરા ? 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UObtYM
via Latest Gujarati News

Post a Comment

0 Comments