નવી દિલ્હી, તા. 22 એપ્રિલ 2019 સોમવાર
શિવસેનાના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકારે જેટ એરવેઝને બચાવવાની અપીલ કરી છે. સામનામાં લખ્યુ છે કે વડાપ્રધાનના મનમાં આવ્યુ હોત તો જેટનો પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ ગયો હોત. તેઓ કંઈ પણ કરી શકે છે.
એર ઈન્ડિયાને બચાવવા માટે લગભગ 21 હજાર કરોડનું પેકેજ સરકારે આપ્યુ, કેમ કે તે રાષ્ટ્રીય એટલે કે સરકારી કંપની છે. તો પછી જેટ, કિંગ ફિશર વિદેશી કંપનીઓ નથી તે પણ જ સ્વદેશી છે. જેટનો હક સરકાર લઈ લે. કર્મચારીઓની નોકરીઓ બચાઓ, એવી અમારી માગ છે. જેટ એરવેઝ પર 8500 કરોડથી વધારેનુ દેવુ છે. 16 એપ્રિલથી એરલાઈનનું ઓપરેટિંગ બંધ છે. કંપનીના 22000થી વધારે કર્મચારી બેરોજગાર થઈ ગયા છે.
પંડિત નેહરૂ અને ઈન્દિરા ગાંધીએ વિમાન કંપનીઓ તથા વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કેમ કર્યુ ? એ હવે સમજાઈ ગયુ છે. તેમની દીર્ઘદ્રષ્ટિ હતી. વડાપ્રધાન મોદી જેટ મામલે પણ આવુ કરીને બતાવે. દેશી ઉદ્યોગોને તોડવા અને વિદેશી રોકાણ માટે રેડ કાર્પેટ બિછાવવુ એ નીતિ રાષ્ટ્રીય નથી. અમે કર્મચારીઓની વેદના સરકાર સમક્ષ મૂકી છે. તેમના પરિવારનાશ્રાપ ના લો. માત્ર સાધ્વીના શ્રાપમાં દમ છે એવુ નથી પરંતુ શ્રમ કરનારના ખાલી હાથ અને ભૂખ્યાના શ્રાપ સાધ્વી કરતા પણ અસરકારક છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gq2xPj
via Latest Gujarati News
0 Comments