અલી-બજરંગબલીનો વાંધો નહીં, પરંતુ અનારકલી તો નહીં જ: અબ્દુલ્લા આઝમ ખાન

નવી દિલ્હી, તા. 22 એપ્રિલ 2019 સોમવાર

સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુર લોકસભા બેઠકના ઉમેદવાર આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાને ભાજપ ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યુ છે. અબ્દુલ્લાએ કહ્યુ કે અલી પણ અમારા છે. બજરંગ બલી પણ જોઈએ પરંતુ અનારકલી જોઈએ નહીં.

રામપુરમાં રવિવારે પિતા આઝમના સમર્થનમાં એક જનસભાને સંબોધિત કરતા અબ્દુલ્લા ખાને કહ્યુ કે જે અમારા માથા પર ગુલામીનો કલંક હતો, તે ફરી લાગી જશે. ચૂંટણી વિકાસના નામે થઈ રહી છે પરંતુ વિકાસ ના તો 2014માં થયો અને ના 2017માં થયો. અહીં જિલ્લો તો દૂર કબ્રસ્તાનની બાઉન્ડ્રી પણ બનાવી નથી. 

અબ્દુલ્લા આઝમ ખાન ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પાન દરેબામાં પિતા આઝમ ખાન સાથે એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ બેઠક પર ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન છે. રવિવારે સાંજે આ બેઠક પર પ્રચાર અભિયાન રોકાઈ ગયુ. પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન અબ્દુલ્લા આઝમ ખાને જયા પ્રદાનુ ખુલીને નામ તો ના લીધુ પરંતુ ઈશારામાં ઘણુ બધુ બોલી ગયા.

ઉલ્લેખનીય છે કે અબ્દુલ્લા ખાનના પિતા આઝમ ખાન રામપુરથી સપા-બસપા ગઠબંધનની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમના વિરુદ્ધ ભાજપ તરફથી જયા પ્રદા છે. તાજેતરમાં આઝમ ખાને જયા પ્રદા વિરુદ્ધ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ જેની ફરિયાદ ચૂંટણી પંચ સુધી પહોંચી ગઈ હતી. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZsBg7m
via Latest Gujarati News

Post a Comment

0 Comments