યુપીમાં ગઠબંધનને 70 બેઠકો મળી તો માયાવતી દેશના વડાપ્રધાન બનશે: બેની પ્રસાદ વર્મા

નવી દિલ્હી, તા. 22 એપ્રિલ 2019 સોમવાર

સમાજવાદી પાર્ટીના નેતા રાજ્યસભાના સભ્ય બેની પ્રસાદ વર્માએ બસપા સુપ્રીમો માયાવતીને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. બેની પ્રસાદે કહ્યુ કે જો સપા-બસપા અને રાલોદ ગઠબંધન યુપીમાં 70 બેઠકો લાવવામાં સફળ થાય તો માયાવતી દેશના વડાપ્રધાન બનશે અને આ ઉત્તર પ્રદેશ માટે ગૌરવની વાત છે.

બેની પ્રસાદ વર્માએ બારાબંકી લોકસભા બેઠક પરથી ગઠબંધન ઉમેદવાર રામ સાગર રાવત માટે આયોજિત સભામાં સંબોધન દરમિયાન આ નિવેદન આપ્યુ હતુ.

માયાવતીનું વડાપ્રધાન બનવુ પ્રજાતંત્ર માટે સારુ છે બેનીએ કહ્યુ કે મતોના રાજકારણમાં દલિતનો વિરોધ કરવો કોઈ નેતાના પક્ષમાં નથી હોતો અને માયાવતી તો દલિત મહિલા છે. તેમનુ વડાપ્રધાન બનવુ પ્રજાતંત્ર માટે સારુ છે.

બેનીએ સપા-બસપા કાર્યકર્તાઓને અપીલ કરતા કહ્યુ કે ગઠબંધનને 70 બેઠક જીતાડવા માટે તમામ દિવસ-રાત એક કરીને મેહનત કરો. જેનાથી દેશમાં ગઠબંધનની સરકાર બનાવી શકાય. પૂર્વ કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માએ કોંગ્રેસ અને ભાજપ બંને જ પાર્ટીઓ પર પણ નિશાન સાધ્યુ અને બંનેને ધનવાનના વકીલ કહ્યા. 

બેની પ્રસાદ વર્માએ કહ્યુ કે ભાજપ અને કોંગ્રેસ બંને ગરીબને ગરીબ જ રાખવા ઈચ્છે છે. જેનાથી જનતા જાગૃત ના થઈ શકે. તેમણે કહ્યુ કે સમગ્ર દેશમાંથી ભાજપ જશે અને ગઠબંધનની સરકાર આવશે. તેમણે કહ્યુ કે બારાબંકી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના જામીન જપ્ત થવા નક્કી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GyA7Up
via Latest Gujarati News

Post a Comment

0 Comments