ત્રીજા તબક્કાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 14 બેઠક પરની પ્રચાર રેલી, સભા અને ઢોલનગારા શાંત


- ૨૩ એપ્રિલના રોજ મતદાન અને પવાર વિખે પાટીલ તથા ખડસેના રાજકીય વારસદારોની તેમ જ કેટલાક દિગ્ગજોની પ્રતિષ્ઠાનો જંગ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.   21 એપ્રિલ 2019, રવિવાર

૧૭મી લોકસભાની ચૂંટણીની ત્રીજા તબક્કાની ચૂંટણીનું મંગળવાર ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાશે. એમાં મહારાષ્ટ્રની ૧૪ બેઠક પર મતદાન યોજાવનું હોવાથી ચૂંટણીના પ્રચારના પડઘમ આજે સાંજે પાંચ વાગ્યે સમી ગયા હતા. ઢોલ નગારા, લાઉડ સ્પીકર બંધ પડી ગયા છે. મતદાનના ૪૮ કલાક પૂર્વે પ્રચાર ફેરી બંધ કરી દેવાની હોય છે.

મહારાષ્ટ્રમાં બારામતી, અહદમનગર, જાલના અને માઢા લોકસભા મતદાર ક્ષેત્ર પર સંપૂર્ણ રાજ્યનું ધ્યાન છે. બારામતીમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સૂળે, અહમદનગરમાં રાધાકૃષ્ણ વીખે પાટીલના પુત્ર સુજય વિખે પાટીલ તથા રાવેરમાં એકનાથ ખડસેના પરિવારના તેમ જ ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ રાવસાહેબ દાનવે માટે રાજકીય પ્રતિષ્ઠાનો પ્રશ્ન નિર્માણ થયો છે. ખાસ મતદાર ક્ષેત્રોમાં આરોપ-પ્રત્યારોપ કર્યા બાદ હવે આજે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર ફેરી બંધ કરી દેવામાં આવી છે.

રાજ્યમાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણી જળગાંવ,રાવેર, જાલના, ઔરંગાબાદ (સંભાજીનગર) રાયગઢ, પુણે, બારામતી, અહમદનગર, માઢા, સાંગલી, સાતારા, રત્નાગિરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર અને હાતકણંગલે મળીને ૧૪ લોકસભાની બેઠક પર ૨૩ એપ્રિલે મતદાન યોજાશે.

ત્રીજા તબક્કાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની ૧૪ બેઠક ઉપર ૨૪૯ ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. આમાં ૭૧ ઉમેદવારો કરોડપતિ છે અને ૫૪ ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ કરાયા હોવાની માહિતી રાજ્ય ચૂંટણી પંચે આપી હતી.

મહારાષ્ટ્રની ૧૪ બેઠકમાં બારામતીથી એનસીપીના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળે, કોંગ્રેસના વિપક્ષનેતા રાધાકૃષ્ણ વિખે પાટીલનો ભાજપ ધ્વસ્ત થયેલો પુત્ર સુજ્ય વિખે પાટીલ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેનો પુત્ર નિલેશ રાણે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસંતદાદા પાટીલનો ભાણિયો વિશાલ પાટીલ, ભૂતપૂર્વ સાંસદ નિવેદિતા માનેનો પુત્ર ધૈર્યશીલ માને છે. સાતારાથી એનસીપીની ઉદયનરાજ ભોસલે અન ેજાલનાની બેઠકથી ભાજપ પ્રદેશઅધ્યક્ષ રાવસાહેબ દાનવે, પુણેથી ગિરીશ બાપટ, હાતકણાંગલેથી સ્વાભિમાન શેતકરી પક્ષના રાજુ શેટ્ટી સહિત ૨૪૯ ઉમેદવારોનું ભાવિ મંગળવારે મતદારો નક્કી કરશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ILTif6
via Latest Gujarati News

Post a Comment

0 Comments