શિર્ડી સાઇ-મંદિરનો શ્વાન નિવૃત્ત થતા વિદાયમાન અપાયું


મુંબઇ તા. 21 એપ્રિલ 2019, રવિવાર

દરરોજ હજારો ભક્તજનોના પ્રવાહથી ધમધમતા રહેતા શિર્ડી સાઇબાબાના મંદિરમાં સતત દસ વર્ષ સુધી ભાવિકોની સુરક્ષાની જવાબદારી સંભાળ્યા પછી 'જમ્બો' શ્વાન પોલીસ ડોગ સ્કવોડમાંથી ગઇકાલે નિવૃત્ત થતા તેને વિધિવત વિદાયમાન આપવામાં આવ્યું હતું.

ખૂબ જ સંવેદનશીલ  ગણાતા શિર્ડી સાઇ મંદિર પરિસરમાં સ્નીફર ડોગ તરીકે જમ્બોએ એક કાયકા સુધી ફરજ બજાવ્યા બાદ ગઇકાલે નિવૃત્ત થતા પોલીસ અધિકારીઓ અને નાગરિકોની  હાજરીમાં તેને હાર પહેરાવી શાલ ઓઢાડી વિદાય આપવામાં આવી હતી.

લાબ્રાડોર નસલનો આ શ્વાન બે મહિનાનો હતો ત્યારે પોલીસ દળમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી અહમદનગર જિલ્લા પોલીસમાં પહેલી બોમ્બ સ્કવૉડ રચાઇ તેમાં જમ્બોને સ્થાન આપવામાં આવ્યું હતું.

જમ્બો દરરોજ સાઇ  મંદિર  તથા મંદિર પરિસરમાં બપોરે અને સાંજે આરતી પહેલાં અને રાત્રે મંદિર બંધ થાય એ પહેલાં ફરીને તપાસ કરતો હતો. તપાસકાર્ય શરૂ કરતાં પહેલાં સાઇબાબાની સમાધીને નમન કરતો હતો આ ઉપરાંત દર બે દિવસે શિર્ડીના એરપોર્ટ પર તે ફરજ  બજાવતો હતો. એક દાયકાની ફરજ અદા કર્યા બાદ તે સેવા નિવૃત્ત થયો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GzErmo
via Latest Gujarati News

Post a Comment

0 Comments