નવી દિલ્હી, તા. 03 એપ્રિલ 2019, બુધવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ PM નરેન્દ્ર મોદી શરૂઆતથી વિવાદોમાં છે. ઘણી પાર્ટીઓ લોકસભાની ચૂંટણી સુધી આ ફિલ્મા રિલિઝ પર રોક લગાવવાની માંગ કરી રહી છે. જો કે કોર્ટ અને ચૂંટણીપંચે ફિલ્મ રિલીઝને રોકવાનો ઇનકાર કર્યો છે.
ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહેલા અભિનેતા વિવેક ઓબેરોયે કહ્યું છે કે, તેમની ફિલ્મને રિલીઝ થવા દેવી જોઇએ. આ ફિલ્મ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ પસંદ પડશે. મારી આ ફિલ્મ પહેલા બીજી ઘણી રાજકિય ફિલ્મોને લોકોએ સપોર્ટ કર્યો. પરંતુ મારી ફિલ્મ પર રોક લગાવવાની વાત થઇ રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, જો રાહુલ ગાંધી આ ફિલ્મ જોશે તો હું કહી શકું છું કે તેમને ફિલ્મ જરૂર પસંદ આવશે કારણ કે તેઓ દેશભક્ત છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uu4dAg
via Latest Gujarati News
0 Comments