નવી દિલ્હી, તા. 3 એપ્રિલ 2019 બુધવાર
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના પુત્રવધૂ રૂજીરા નરૂલાની મુશ્કેલી વધી શકે છે. રૂજીરા નરૂલાએ ઓવરસીઝ સિટીજન ઑફ ઈન્ડિયા(OCI) અને PAN કાર્ડ બનાવવા માટે જે ડૉક્યુમેન્ટ જમા કરાવ્યા છે. તેમાં કેટલીક ખોટી માહિતી અને જરૂરી તથ્યોને છુપાવવાની વાત સામે આવી છે. આ ખુલાસા બાદ ગૃહ મંત્રાલયે રૂઝીરા નરૂલાને કારણ દર્શાવો નોટીસ પાઠવી જવાબ માગ્યો છે.
રૂઝીરા નરૂલા દ્વારા PIO (Person of Indian Origin) કાર્ડ માટે નાગરીકતા અને પિતાના નામ સાથે સંબંધિત જાણકારીઓમાં ખામી જણાઈ જ્યારે રૂજીરાએ પોતાના PIO કાર્ડને OCI કાર્ડને બદલવા માટે અરજી કરી ત્યારે આ ખામીઓ સરકારની ઝપેટમાં આવી છે. ગૃહ મંત્રાલયે 29 માર્ચે રૂજીરા નરૂલાને કારણ દર્શાવો નોટીસ આપીને 15 દિવસમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે.
આ નોટીસમાં કહેવામાં આવ્યુ છે કે OCI કાર્ડ ધારકમાં આપનુ રજિસ્ટ્રેશન કેન્સલ કરવુ જનહિતમાં હશે. રૂજીરા નરૂલા મમતા બેનર્જીનો ભત્રીજો અને ટીએમસી નેતા અભિષેક બેનર્જીના પત્ની છે. રૂજીરા થાઈલેન્ડના નાગરિક છે. 8 જાન્યુઆરી, 2010એ રૂજીરાને બેંગકોકમાં આવેલા ભારતીય દૂતાવાસ દ્વારા PIO કાર્ડ રજૂ કરવામાં આવ્યુ હતુ. જે માટે આપવામાં આવેલી જાણકારીઓમાં રૂજીરાએ પોતાના પિતાનું નામ નિપોન નરૂલા જણાવ્યુ હતુ.
બાદમાં 8 નવેમ્બર, 2017એ જ્યારે રૂજીરાએ PIO કાર્ડને OCI કાર્ડમાં બદલવા માટે અરજી કરી તો તેમને અભિષેક બેનર્જી સાથે લગ્ન બાદ બનાવેલુ મેરેજ સર્ટિફિકેટ અરજી સાથે જમા કરાવ્યુ. ઉલ્લેખનીય છે કે આ મેરેજ સર્ટિફિકેટમાં રૂજીરાએ પોતાના પિતાનું નામ ગુરશરણ સિંહ આહુજા જણાવ્યુ હતુ. જે દિલ્હીના રાજોરી ગાર્ડનમાં રહે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YKyESa
via Latest Gujarati News
0 Comments