નવી દિલ્હી, તા. 17. એપ્રિલ 2019 બુધવાર
સાઉદી અરબમાં બે ભારતીયોને મોતની સજા અપાઈ હોવાની વાતને ભારતન વિદેશ મંત્રાલયે સમર્થન આપ્યુ છે.આ બંને ભારતીયોને ગત 28 ફેબ્રુઆરીએ મોતની સજા અપાઈ હતી.
સજાનો અમલ કરતા પહેલા ભારતની એમ્બેસેની સાઉદી અરબની સરકારે જાણકારી આપી નહોતી.મળતી વિગતો પ્રમાણે મૂળે પંજાબના હોશિયારપુરના સતવિન્દર કુમાર અન્ે લુધિયાણાના હરજીત સિંહે પૈસાના વિવાદમાં ઈમામુદ્દીન નામના અન્ય એક ભારતીયની હત્યા કરી દીધી હતી.
સતવિન્દર અને હરજીતને દારુ પીને ઝઘડો કરવાના આરોપમાં પકડવામાં આવ્યા હતા.બંનને ભારત ડિપોર્ટ કરવાની કાર્યવાહી પુરી થઈ ગઈ હતી ત્યારે જ તેઓ ઈમામુદ્દીનની હત્યા કરવામાં સંડોવાયેલા હોવાના પૂરાવા મળ્યા હતા.એ પછી તેમના પર હત્યાના આરોપ બદલ રિયાધ જેલમાં કેસ 2015માં કેસ હતા.જ્યાં તેમણે હત્યાની કબૂલાત કરી લીધી હતી.
વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે હત્યાના કેસ દરમિયાન ભારતના એક અધિકારી પણ હાજર હતા.આ દરમિયાનમાં તેમના પર હાઈવે પર લૂંટ કરવાનો કેસ પણ શરુ થયો હતો.જેમાં પણ તેમને મોતની સજા સંભળાવાઈ હતી.
28 ફેબ્રુઆરીએ તેમનુ માથુ ધડથી અલગ કરી નાંખવામાં આવ્યુ હતુ.જોકે તેની સૂચના એમ્બેસીને મળી નહોતી.હરજીતની પત્ની સીમા રાનીએ કરેલી અરજી બાદ વિદેશ મંત્રાલયે તપાસ કરતા તેમને મોતની સજા આપી દેવાઈ હોવાનુ બહાર આવ્યુ હતુ.
બંનેના મૃતદેહના અવશેષો પણ તેમના પરિવારજનોને મળે તેવી શક્યતા સાઉદી અરબના કાયદા કાનૂને જોતા ઓછી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Di5j8G
via Latest Gujarati News
0 Comments