નવી દિલ્હી તા.17 એપ્રિલ 2019 બુધવાર
મંગળવારે ગુજરાત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અચાનક ત્રાટકેલા વરસાદ અને કરા સાથેના તોફાની પવનમાં કુલ 31 વ્યક્તિનાં મરણ થયાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વરસાદે સર્જેલી તબાહી માટે દુઃખ વ્યક્ત કર્યું હતું.
કેન્દ્રીય હવામાન ખાતાએ આ ત્રણે રાજ્યો ઉપરાંત હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર વરસાદ અને તોફાની પવન ત્રાટકી શકે છે એવી આગાહી કરી હતી.
રાજસ્થાનના ઝાલાવાડ અને પ્રતાપગઢમાં વીજળીના થાંભલા તૂટી પડ્યા હતા અને સંખ્યાબંધ ઝાડ મૂળ સોતાં ઊખડી ગયાં હતાં. આજે પણ આવું થવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનના રાહત ફંડમાંથી મૃત્યુ પામેલા દરેકના પરિવારને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને દરેકને પચાસ હજારની મદદની જાહેરાત કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VNXWNm
via Latest Gujarati News
0 Comments