છેલ્લા બે વર્ષમાં 50 લાખ લોકોએ દેશમાં નોકરી ગુમાવી

નવી દિલ્હી, તા. 17. એપ્રિલ 2019 બુધવાર

દેશમાં વધતી જતી બેકારી પર થયેલા એક સર્વેના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લા બે વર્ષમાં 50 લાખ લોકોએ દેશમાં નોકરી ગુમાવી છે.

બેંગ્લોરની અઝીમ પ્રેમજી યુનિર્સિટીએ સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડિયાના અહેવાલમાં કહ્યુ છે કે, બેકારી વધરવાની શરુઆત નવેમ્બર 2016 થી નોટબંધી લાગુ થયા બાદ થઈ હતી.જોકે નોકરીઓ ઓછી થવાના ટ્રેન્ડ અને નોટબંધી વચ્ચે કોઈ સબંધ નથી.બેરોજગારીનો શિકાર બનનારામાં ઓછુ ભણેલા અને ઉચ્ચ શિક્ષણ મેળવનારા એમ બંને પ્રકારના લોકો છે.

સર્વેમાં 1.6 લાખ પરિવારોના કુલ 5.22 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.આ સર્વે સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા કરાવાયો હતો.જે દર ચાર મહિને આવો સર્વે કરાવે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, 2011થી બેરોજગારી ઝડપથી વધી રહી હતી પણ 2016 પછી ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓની સાથે ઓછુ ભણેલા લોકોની પણ નોકરી જવા માંડી હતી અને કામ મળવાની તકો ઓછી થતી ગઈ હતી.શહેરી મહિલાઓમાં પણ બેરોજગારીનુ પ્મરાણ વધ્યુ છે.ગ્રેજ્યુએટ મહિલાઓ પૈકી 10 ટકા કામ કરે છે.34 ટકા બેકા રછે.20 થી 24 વર્ષના શહેરી યુવાનોમાં તો બેકારીનુ પ્રમાણ 60 ટકા જેટલુ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dh95Pn
via Latest Gujarati News

Post a Comment

0 Comments