રાયપુર, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
છત્તીસગઢના બિજાપુરમાં નક્સલી હુમલામાં બે પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા. આ ઉપરાંત એક ગ્રામીણ નાગરીકનું પણ મોત નિપજ્યું હતું. નક્સલીઓએ અહીંના બીજાપુર જિલ્લામાં ગોળીબાર કર્યો હતો.
અહીંના તિરુપુરમ ગામમાં એક સ્થાનિક નાગરીક અને પોલીસ જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અહીં નક્સલીઓની એક ટુકડી પહેલાથી જ ધ્યાન રાખીને બેઠી હતી. જેવા ત્યાંથી આ પોલીસકર્મીઓ અને સ્થાનિક નાગરીક પસાર થયા કે તુરંત જ નક્સલીઓએ ગોળીબાર કરી દીધો હતો.
દરમિયાન આ ગોળીબારમાં એક ગ્રામીણ નાગરીક ઘવાયો હતો જ્યારે બન્ને પોલીસકર્મીઓના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. સ્થાનિકોએ આ ઘાયલને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમની સારવાર કરવામા આવી હતી. આ ગોળીબારની ઘટના બાદ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GHrYvK
via Latest Gujarati News
0 Comments