નવી દિલ્હી, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
નવી દિલ્હી ખાતે આવેલા ભાજપના હેડક્વાર્ટરમાં રક્ષામંત્રી નિર્મલા સિતારમણની હાજરીમાં સેનાના સાત નિવૃત અધિકારીઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. આ નિવૃત અધિકારીઓમાં લે.જન. જેબીએસ યાદવ, લે.જન. આર એન સિંઘ, લે.જન. એસ કે પટિયાલ, લે.જન. સુનિત કુમાર,લે.જન. નિતીન કોહલી, કર્નલ આર કે ત્રિપાઠી, વિંગ કમાન્ડર નવનીત મેગનનો સમાવેશ થાય છે.
આ બધા ભાજપમાં આવકારતા રક્ષામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યુ કે, દેશની સેવા કરી ચુકેલા સેનાના આ વરિષ્ઠ અધિકારીઓને ભાજપમાં આવકારતા મને ગર્વ અને ખુશી થાય છે. તેઓ અમને રાષ્ટ્રીય સુરક્ષા અને નીતિ મુદ્દે માર્ગદર્શન પુરૃ પાડશે.
આ તકે નિવૃત લે.જન. જેબીએસ યાદવે કહ્યુ કે તેઓ ભારતીય જનતા પાર્ટી અને તેના અધ્યક્ષ અમિત શાહનો આભાર માને છે કે તેમણે પાર્ટીના સભ્ય બનવાનું સન્માન આપ્યું. ભારત અત્યારે ઝડપથી વિકસી રહ્યુ છે અને વર્તમાન સમય પણ ખૂબ મહત્વપૂર્ણ છે. ત્યારે અમારા જેવા નિવૃત આર્મીના જવાનોએ ફરી કામ પર લાગવાનો સમય આવી ગયો છે.
દેશમાં દરેક નાગરિક પાસે રાજનૈતિક સ્વતંત્રતા છે. ઉલ્લેખનીય છે કે સની દેઓલ, ગૌતમ ગંભીર અને હવે નિવૃત આર્મી અધિકારીઓના જોડાવાથી ભાજપને આ ચૂંટણીમાં ઘણો લાભ થઇ શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V0Cnwt
via Latest Gujarati News
0 Comments