(પીટીઆઈ) બેરુત, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
ઉત્તર પશ્ચિમી સીરિયામાં જેહાદીઓના વર્ચસ્વવાળા વિસ્તાર પર શુક્રવારે રશિયા દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૧૦ સામાન્ય નાગરિકો મૃત્યુ પામ્યા છે.
માનવ અધિકારો માટે કામ કરતી એક સંસ્થાએ જણાવ્યા મુજબ રુસી એર સ્ટ્રાઈકમાં ઈદલિબ પ્રાંતના ૧૦ લોકો મૃત્યુ પામ્યા હતા જેમાં બે બાળકો પણ હતા. ઓબ્જર્વેટરીના પ્રમુખ રમી અબ્દેલ રહમાનના જણાવ્યા પ્રમાણે હવાઈ હુમલાના કારણે ઈદલિબના કફ્ર નબલ શહેરમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે જ્યારે તેલ હુવાશ ગામમાં એક બાળકી સહિત સાત લોકો મૃત્યુ પામ્યા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DCY76X
via Latest Gujarati News
0 Comments