પ્રજ્ઞા ઠાકુરે મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર નહીં પરંતુ અપક્ષ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના સમર્થનમાં તેમના હમનામ પ્રજ્ઞા ઠાકુરે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.
આ કારણે મતદારો ભૂલમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો મત પ્રજ્ઞા ઠાકુરને આપી દેશે તેવી ભાજપને આશંકા હતી. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આ સમસ્યાના નિવારણ માટે પ્રજ્ઞા ઠાકુરને પોતાના ઘરે બોલાવીને તેમના સાથે વાતચીત કરી હતી.
તેમણે પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી ન લડવા માટે અપીલ કરી હતી જેથી પ્રજ્ઞા ઠાકુરે ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યાર બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તેમના હમનામ પ્રજ્ઞા ઠાકુરના ઘરે જઈને ભગવા શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની હમનામે ઉમેદવારી પાછી ખેંચતા ભાજપે રાહતનો શ્વાસ લીધો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UJLkVW
via Latest Gujarati News
0 Comments