ચાલુ વર્ષે ચોમાસું સામાન્યથી નજીક રહેવાની હવામાન વિભાગની આગાહી


- મિઝોરમના ઐઝવાલમાં ૩૪.૨ ડિગ્રી તાપમાન સાથે ૨૦ વર્ષનો સૌથી ગરમ દિવસ 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.15 એપ્રિલ, 2019, સોમવાર

ચાલુ વર્ષે ખેડૂતો માટે સારા સમચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચાલુ વર્ષે ચોમાસુ સામાન્યની નજીક રહેશે. ચાલુ વરસાદ ખેડૂતો માટે અનુકુળ રહેશે અને વિવિધ સ્થળોએ સારો વરસાદ પડશે. 

અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવનના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે દેશમાં ૯૬ ટકા વરસાદ પડશે. જેમાં પાંચ ટકા વઘ-ઘટની સંભાવના રહેલી છે. 

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ૨૦૧૯માં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્યની નજીક રહેશે. જો કે આ વર્ષે ખૂબ જ ઓછી શક્યતા છે કે વરસાદ સામાન્ય સ્તરથી વધારે પડે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ સામાન્યની નજીક રહેવાની શક્યતા ૩૯, સામાન્યથી ઓછું વરસાદ પડવાની સંભાવના ૩૨ ટકા અને સામાન્યથી વધુ વરસાદ પડવાની સંભાવના માત્ર ૧૦ ટકા છે.  સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના ૧૭ ટકા છે જ્યારે સામાન્યથી વધુ વરસાદ પડવાની સંભાવના માત્ર બે ટકા છે. 

આઇએમડીના ડાયરેક્ટર કે જી રમેશના જણાવ્યા અનુસાર ટૂંકમાં ચાલુ વર્ષે ખેડૂતોને અનુકૂળ વરસાદ પડશે. 

આ દરમિયામન મિઝરોમના પાટનગર ઐઝવાલમાં આજે ૨૦ વર્ષનો સૌથ ગરમ દિવસ હતો. ઐઝવાલમાં આજે મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ૧૭.૮ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. બીજી તરફ મણિપુરમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ત્રણનાં મોત થયા હતાં અને ૧૦ લોકો ઘાયલ થયા હતાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KGmMxE
via Latest Gujarati News

Post a Comment

0 Comments