
નવી દિલ્હી, તા.15 એપ્રિલ, 2019, સોમવાર
સુપ્રીમ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરીને માગ કરવામાં આવી છે કે મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓને પણ નમાઝ માટે પ્રવેશ આપવામાં આવે. આ અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મુસ્લિમોમાં મહિલાઓને મસ્જિદોમાં પ્રવેશવા નથી દેવાથી, આમ કરીને તેને બંધારણે જે અધિકારો આપ્યા છે તેનો ભંગ થઇ રહ્યો છે.
હાલ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે હટાવી લીધો છે તેવા સમયે હવે મસ્જિદોમાંથી પણ મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને હટાવવાની માગ ઉઠી રહી છે. આ પીઆઇએલ એક મુસ્લિમ કપલે કરી છે, જેમાં તેમણે માગણી કરી છે કે મહિલાઓને પણ મસ્જિદોમાં પ્રવેશ આપવામાં આવે તે માટે સુપ્રીમ કોર્ટ આદેશ આપે.
આ પીઆઇએલ કરનારા કપલના વકીલ આશુતોષ દુબેએ એવી દલીલ કરી હતી કે કુરાનમાં ક્યાય નથી લખ્યું કે કોઇની સાથે લિંગભેદ કરવામાં આવે. મહિલાઓ અને પુરુષો બન્નેને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ ન આપવાથી તેમને મળેલા મુળભુત અધિકારોથી જ તેમને વંચિત રાખવામાં આવી રહી છે. સાથે એમ પણ જણાવ્યું હતું કે મસ્જિદોમાં કે જ્યાં મહિલાઓને અલગ રસ્તેથી પ્રવેશ અને અલગ વ્યવસ્થા છે તેને દુર કરી દેવી જોઇએ અને દરેકને મરજી પ્રમાણે મસ્જિદમા પ્રવેશવાની છુટ આપવી જોઇએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V4Jm6M
via Latest Gujarati News
0 Comments