
(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.13 એપ્રિલ 2019,
એક તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ પ્રકરણની અનિલ અંબાણીને ૩૦ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોવાનો આરોપ રોજેરોજ પ્રચાર રેલીમાં કરી રહ્યા છે ત્યાં જ રાહુલ ગાંધીના માતોશ્રી, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને યુવાઓના ચેઅરપર્સન સોનિયા ગાંધીએ અનિલ અંબાણીના મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોવાનું એમણે નામાંકન સાથે રજૂ કરવામાં આવેલા એફિડેવિટમાં દેખાઇ આવતું હોવાનું સામે આવ્યું છે.
રિલાયન્સ હાઇબ્રીડ બોન્ડ-જી આ મ્યુચ્યુઅલ ફંડમાં બે વાર ૧૫,૦૩૨ યુનિટ ઇન્વેસ્ટ કરવામાં આવી હોવાનું દેખાઇ છે અને એની દરેકની કિંમત ૬,૫૫,૬૯૫ રૂપિયા છે. એફિડેવિટના સાતમા પાના ઉપર આ જાણકારી આપવામાં આવી છે. રાફેલ હવાઇ જહાજ ખરીદી પ્રકરણમાં રાહુલ ગાંધી સતતથી જુઠ્ઠાણા આરોપ કરીને અનિલ અંબાણીની કંપનીની બદનામી કર્યા બાદ પણ સોનિયા ગાંધી આ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેંટ કાયમ રહેવું આ આશ્ચર્યની વાત હોવાનો ઘટસ્ફોટ મહારાષ્ટ્ર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા માધવરાવ ભાંડારીએ આજે પત્રકાર પરિષદમાં કર્યો.
કોંગ્રેસના નેતૃત્વહેઠળની યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ)નું સરકાર સત્તામાં હતી ત્યારે અનિલ અંબાણીની કંપનીને એક લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટસ મેહરેબાની કરીને આપવામાં આવ્યા. આ યુપીએના ચેઅરપર્સન સોનિયા ગાંધીએ અનિલ અંબાણીની રિલાયન્સ હાયબ્રીડ બોન્ડમાં નાણાનું રોકાણ કર્યું છે. તો પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અનિલ અંબાણીના કંપનીને મોદી સરકારે ૩૦ હજાર કરોડ રૂપિયા આપ્યા હાવોનો હાસ્યાસ્પદ અને જુઠ્ઠો આરોપ કરે છે. આ પ્રકારે એટલે 'ઉલ્ટા ચોર ચોકીદાર કો ડાંટે' એવી હોવાની સણસણતી ટીકા ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવક્તા માધવરાવ ભાંડારીએ કરી છે.
કોંગ્રેસનું અનિલ અંબાણી પ્રત્યેનું બેવડુ વલણ માત્ર સોનિયા ગાંધીએ કરેલા નાણા રોકાણ પૂરતું સીમિત નથી. સોનિયા ગાંધીની અધ્યક્ષતા હેઠળના યુપીએ સરકારના કાર્યકાળમાં અનિલ અંબાણીની કંપનીઓને એક લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટસ આપવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં દેખાઇ આવ્યું છે. મુંબઇ મેટ્રો, દિલ્હી મેટ્રો, રેલવે કોર્પોરેશન, નેશનલ હાઇવે ઓથિરિટી ઓફ ઇન્ડિયા વિગેરે કંપનીઓને આ કોન્ટ્રાક્ટસ વિક્રમી સમયમાં આપવામાં આવી હતી આ પ્રક્રિયામાં ઘણી વિસંગતાઓ હતી એવું પણ દેખાઇ આવ્યું અનિલ અંબાણીની કંપનીઓ ઉપર યુપીએ વહિવટમાં આટલી મહેરબાની કેમ કરવામાં આવી? આનો જવાબ કોંગ્રેસે આપવો જરૂરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IoP6mj
via Latest Gujarati News
0 Comments