આજે મુંબઈનો શીખ સમુદાય બ્રિટીશ સરકારને ઔપચારિક માફીની માગ મૂકશે


- સો વર્ષ વિતવા છતાં વૈશાખીના ઉત્સવે બનેલ હત્યાકાંડની યાદો શીખ સમુદાયના હૈયામાં અકબંધ

- નરસંહાર છતાં બ્રિટીશ સરકારે હજી માફી માગી નથી

(પ્રતિનિધિ દ્વારા)  મુંબઈ,તા. 13 એપ્રિલ 2019, શનિવાર

મુંબઈ શહેરના શીખ સમુદાયે ૧૯૧૯ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ કે જેમાં બ્રિટીશ ઈન્ડિયન સૈનિક દ્વારા અમૃતસરના ૩૭૯ વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો તે માટે યુનાઈટેડ કિંગડમે ઔપચારિક માફી માગવાની માગણી કરતો પત્ર બ્રિટીશ સંસદને લખવાનું નક્કી કર્યું છે.

મુંબઈની ટોચની ગુરુદ્વારાની દાદરની શ્રી ગુરુ સિંઘ સભાએ શુક્રવારે એવું જણાવ્યું છે કે, બ્રિટીશના વડાપ્રધાન થેરેસા મે એ 'બ્રિટેનના વસાહતી ઈતિહાસના લજ્જાસ્પદ જખમો' એવા શબ્દોમાં કરેલી આટલી નિંદા પૂરતી નથી. બ્રિટીશ સરકારે નરસંહાર કર્યો છે, પરંતુ માફી માંગી નથી. શીખ સમુદાયના હૈયામાં રહેલ જખમ ભરવા માટે ઔપચારિક માફી માગવી જરુરી છે. અમે પણ આ જખમો દૂર કરવા માટે મોટી સંખ્યામાં મળી પ્રાર્થના કરીશું.

રવિવારે તેમના વૈશાખીના ઉત્સવની ઉજવણી રુપે ૧૦૦ વર્ષ પહેલાં બનેલી ગોળીબારની હત્યા બાબતે માફી માગવા માટે ગુરુદ્વારા દ્વારા ઠરાવ પસાર કરાશે અને તે બ્રિટીશ સંસદને મેલ કરવામાં આવશે. તેમાં ભારતીય વડાપ્રધાન તથા મુંબઈના બ્રિટીશ કાઉન્સિલનું ધ્યાન પણ દોરાશે. 

સમગ્ર શીખ અને પંજાબી સમુદાય જ્યારે વૈશાખી ઉજવે છે, ત્યારે તેમના હૈયામાંથી ચીસ નીકળી જાય છે, આ ઉત્સાહનો ઉત્સવ છે પણ સાથેજ ભૂતકાળની જલિયાંવાલા બાગની યાદ સંગ્ર સમાજને કંપાવી મૂકે છે, એવી માહિતી મહારાષ્ટ્ર શીખ એસોસિએશનના સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XhjAdl
via Latest Gujarati News

Post a Comment

0 Comments