
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 એપ્રિલ 2019, શનિવાર
મુંબઇ અને મહારાષ્ટ્રના હવામાનમાં છેલ્લા થોડા દિવસથી અણધાર્યા ફેરફાર થઇ રહ્યા છે. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘણું વધી જવાથી મુંબઇગરાંએ ગરમી અને ઉકળાટનો અકળાવનારો અનુભવ કર્યો હતો. સાથોસાથ મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા અને વિદર્ભમાં ગરમીનું મોજું ફેલાઇ ગયું હોય તેવી ચિંતાજનક પરિસ્થિતિસર્જાઇ છે.
આજે અકોલા,અમરાવતી,બ્રહ્મપુરી,ચંદ્રપુર રાજ્યનાં સૌથી હોટ સ્થળો રહ્યાં હતાં.આ ચારેય સ્થળોએ આજે મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું હતું.
બીજીબાજુ આજે મધ્ય મહારાષ્ટ્રના સાતારા જિલ્લાનાં મહાબળેશ્વર,વાઇ,પંચગણી તથા વિદર્ભનાં નાગપુર અને આસ્ટીમાં ગાજવીજ અને તોફાની પવન સાથે હળવી વર્ષા થઇ હતી.આસ્ટીમાં તો તોફાની પવનને કારણે અમુક તોતિંગ વૃક્ષો પણ તૂટી પડયાં હતાં.હવમાનમાં આવેલા આવા અચાનક અને તોફાની પરિવર્તનથી સ્થાનિક લોકોમાં ભારે ચિંતા ફેલાઇ ગઇ હતી.
હવામાન ખાતાનાં સૂત્રોએ એવો વરતારો આપ્યો હતો કે આવતા ચારેક દિવસ(૧૪થી ૧૭,એપ્રિલ) દરમિયાન ઉત્તર કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભનાં અમુક સ્થળોએ પ્રચંડ ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાય તેવાં પરિબળો આકાર લઇ રહ્યાં છે.
હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે હાલ મુંબઇ અને મહારાષ્ટ્ર પર પશ્ચિમ દિશાના ગરમ ગરમ પવનો ફૂંકાઇ રહ્યા છે.પરિણામે દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે.આવાંપરિબળો હજી બે દિવસ સુધી રહે તેવી શક્યતા છે.જોક ે મુંબઇ અને આજુબાજુનાં સ્થળોએ હીટ વેવ જેવી ચિંતાજનક પરિસ્થિતિ સર્જાય તેવી કોઇ જ શક્યતા નથી.જોકેરાજ્યનાં દરિયાકાંઠાનાં સ્થળોએ ગરમીનું પ્રમાણ થોડું ઓછું રહેશે.
બીજીબાજુ મધ્ય મહારાષ્ટ્રનાં મહાબળેશ્વર,વાઇ,પંચગણી તથા વિદર્ભનાં નાગપુર અને આસ્ટીમાં આજે ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. દિવસની અસહ્ય ગરમીને કારણે જમીન પરની વરાળનો વિપુલ જથ્થો વાતાવરણના ઉપરના પટ્ટામાં જતો રહે છે. ત્યાં તે પાણીનાં બિંદુઓમાં પરિવર્તિત થઇ જાય. જોકે સાંજના ઠંડા વાતાવરણમાં પાણીનાં તે બિંદુઓ વરસાદરૂપે વરસી જાય. વળી, આવાં કુદરતી પરિબળોને કારણે ગાજવીજ અને તોફાની પવનનો માહોલ પણ સર્જાય.
આજે મધ્ય મહારાષ્ટ્રનાં અહમદનગરમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.જળગાંવ-૪૩,સોલાપુર-૪૩,માલેગાંવ-૪૨,પુણે-૪૧,મરાઠવાડાનાં નાંદેડ-૪૩,ઉસ્માનાબાદ-૪૩,પરભણી-૪૩ અને ઔરંગાબાદ-૪૧ જ્યારે વિદર્ભનાં અકોલા-૪૪,અમરાવતી-૪૪,બ્રહ્મપુરી-૪૪,ચંદ્રપુર-૪૪,વર્ધા-૪૩,નાગપુર-૪૩ અને વર્ધા-૪૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
મુંબઇમાં આવતા ૪૮ કલાક દરમિયાન આકાશ વાદળિયું રહેશે.આજે કોલાબામાં મહત્તમ તાપમાન ..... ડિગ્રી અને લઘુત્તમ તાપમાન.... ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન....અને લઘુત્તમ તાપમાન .... ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૦-૮૧ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૩થી ૭૧ ટકા જેટલું નોંધાયું હતું.
આજે દિવસ દરમિયાન મુંબઈગરાએ અશક્ય ઉકળાટ અનુભવ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા કરતા વધી ગયું હતું. પરિણામે ઉકળાટ અને અકળામણની પરિસ્થિતિ સર્જાય હતી. સાથોસાથ દિવસ દરમિયાન ગરમ પવનો પણ ફૂંકાયા હતા. જો કે રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરતા હળવી વર્ષા પણ થઈ હતી. આજે રાત્રે દસ વાગ્યે લોઅર પરેલ, પરેલ સહિત કેટલાક પરાં વિસ્તારમાં હળવી વર્ષા થઈ હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IfUyb3
via Latest Gujarati News
0 Comments