
મુંબઇ તા. 13 એપ્રિલ 2019, શનિવાર
દક્ષિણ મુંબઇના મોહમ્મદઅલી રોડ પર આવેલા ૭૦ વર્ષ જૂના નાઝ બુક ડેપોમાં પાકિસ્તાનથી મગાવવામાં આવતા અખબારો, સામાયિકો અને બીજુ સાહિત્ય રાખવામાં આવે છે. પરંતુ પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાનથી આયાત કરવામાં આવતા તમામ માલ ઉપર ૨૦૦ ટકા ઇમ્પોર્ટ ડયુટી લગાડી દેતા પાકિસ્તાની અખબાર અને સામયિકો મગાવતા આ આયાતકાર પણ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.
નાઝ બુક ડેપોના માલિક મોહમ્મદ આસીફે જણાવ્યું હતું કે કરાચીથી દુબઇ માર્ગે વિમાનમાં મોકલવામાં આવેલા પાકિસ્તાની છાપા અને સામયિકોના બંડલ લેવા માટે ૧૯મી ફેબુ્રઆરીએ હું એરપોર્ટ પહોંચ્યો હતો. આ પાર્સલનું વજન ૪૦ કિલોગ્રામ થતું હતું અને કિંમત લગભગ પાંચ હજાર થતી હતી પરંતુ ઇમ્પોર્ટ ડયુટીમાં ભારતને વધારો કર્યો એમાં અખબારો અને સામયિકોને પણ આવરી લેવામાં આવતા મને બે લાખ રૂપિયા ડયુટી ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. તમે વિચાર કરો કે આટલી ડયુટી ભરૂં તો એક મેગેઝીનની કિંમત ૪૫૦ રૂપિયા રાખવી પડે. આટલા મોંઘા મેગેઝીન કોણ ખરીદે ?
એરપોર્ટથી પાર્સલ સ્વીકાર્યા વગર ખાલી હાથે પાછા ફરેલા મોહમ્મદ આસીફે એરપોર્ટ ઉપર દસેક દિવસ ધક્કા ખાધા એવી આશામાં કે કદાચ પોલીસી બદલાય અને ડયુટી ઘટે તો પાર્સલ સ્વીકારી લે. પણ તેણે નાસીપાસ થવું પડયું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X9aYoL
via Latest Gujarati News
0 Comments