
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 13 એપ્રિલ 2019, શનિવાર
કોલ્હાપુરમાં મહાગાવ પાસે આજે બે અકસ્માતમાં છ જણના મોત નિપજ્યા હતા. પુણેથી સાસુની અંતિમવિધી માટે જતી વખતે સવારે કાર અકસ્માતમાં ગૃહિણી અને તેનો પુત્ર કાળનો કોળીયો બની ગયા હતા. જ્યારે એસટી બસ અને કારની અથડામણ થતા પિતા-પુત્ર સહિત ચાર જણ મોતને ભેટયા હતા. ગડહિંગ્લજ પોલીસે બંને દુર્ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ 'પુણેથી મારુતી નાંદવડેકર તેના માતાની અંતિમવિધી માટે કારમાં કોલ્હાપુરમાં ગામમાં આવી રહ્યા હતા. પણ કોલ્હાપુરના ગડહિંગ્લજ તાલુકામાં મહાગાવ પાસે આજે સવારે અંદાજે ૫.૨૦ વાગ્યે કાર પરથી નિયંત્રણ ગુમાવતા અકસ્માત થયો હતો. ઝાડ સાથે કાર ટકરાતા મારુતીની પત્ની વાસંતી (ઉ.વ.૩૫) અને તેમનો પુત્ર સોહમ મૃત્યુ પામ્યા હતા.
જ્યારે અન્ય દુર્ઘટનાની માહિતી આપતા ગડહિંગ્લજ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર ગાયકવાડે જણાવ્યું હતું. કે 'કોલ્હાપુરના નૂલ ગામના રહેવાસી આજે દેવદર્શન માટે ગયા હતા. તેઓ સુમો ગાડીમાં બેસીને પાછા આવી રહ્યા હતા. પણ મહાગાવ પાસે આજે સાંજે ૪.૩૦ વાગ્યે કોલ્હાપુરથી ગોવા જઈ રહેલી એસટી બસના ડ્રાયવરે તેમની ગાડીને અડફેટમાં લીધી હતી. બાદમાં ગાડી ઝાડ સાથે ટકરાય હતી. આ દુર્ઘટનામાં સુમોમાં બેસેલા નામદેવ ચવ્હાણ, તેના પુત્ર મનોજ, તથા અપ્પારાવ સુપલે, ચંદ્રકાંત ગરુડનું મોત નિપજ્યું હતું. જ્યારે અનેક જણ જખમી થયા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v1Mli1
via Latest Gujarati News
0 Comments