
(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 13 એપ્રિલ 2019, શનિવાર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીઓ માટે પ્રચાર રેલી કરી રહ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ લોકસભા ચૂંટણીમાં એકપણ અધિકૃત ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો નથી પછી આ રાજઠાકરેની ચૂંટણી પ્રચાર રેલીઓ કોના માટે છે અમે આ જાહેર રેલીનો ખર્ચો કેવા ઉમેદવારના ચૂંટણી ખર્ચામાં ઉમેરવામાં આવવાનો છે? આ સંદર્ભે ચૂંટણી પંચએ સ્પષ્ટીકરણ / ખુલાસો આપવો, એવી માંગણી ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી તરફથી રાજ્યના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેએ મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી અશ્વનીકુમાર પાસે લિખિત પત્રના માધ્યમથી કરી છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીની રેલીઓ લઇ રહ્યા છે. આ રેલીઓમાંથી રાજઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે રાહુલ ગાંધીના ઉમેદવારોને વિજયી બનાવો, શરદ પવારના ઉમેદવારોને જીતાવો, એવો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રચાર પ્રત્યક્ષ રીતે કોંગ્રેસ એનસીપીના ઉમેદવારોની જ થઇ રહ્યો છે. આ પ્રચાર રેલીનો ખર્ચો કોઇ પણ ઉમેદવાર પોતાના ખર્ચામાં બતાવતા નથી. ચૂંટણી પંચના નિયમ મુજબ આ ખર્ચો કોના ખાતામાં બતાવવો જોઇએ એ વાત સ્પષ્ટ થતી નથી, એવું વિનોદ તાવડેએ ચૂંટણી આયોગને ફરિયાદ કરતા પત્રમાં નોંધાવ્યું છે.
આ પ્રચાર રેલીમાં રાજ ઠાકરે જો કોઇ ઉમેદવારનું નામ લેતાના હસે તો એ ખર્ચો એ ઉમેદવારના એકાઉન્ટમાં કેવી રીતે બતાવવો? એવો સવાલ ઉભો કરવામાં આવી શકે. પણ રાજ ઠાકરેનો પ્રચાર આ સંપૂર્ણ રીતે રાજકીય છે. રાહુલગાંધી, શરદ પવારના ઉમેદવારોને ચૂંટાઇ લાવવા માટે જ છે એટલે અમારું એવું મંતવ્ય અમ કહેવું છે કે એ ઠેકાણાના કોંગ્રેસ એનસીપી ઉમેદવારના ખર્ચામાં ઉમેરવામાં જરૂરી છે તેમજ ચૂંટણી પંચ તરફથી રાજ ઠાકરે પાસેથી સંપૂર્ણ વિગતોની સ્પષ્ટતા કરાવવી જરૂરી છે, એવું પણ વિનોદતાવડેએ આ પત્રમાં લખ્યું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P8Fbl8
via Latest Gujarati News
0 Comments