ચૂંટણી અધિકારીની ઓફિસમાં જ બાબા રામદેવ કરવા માંડ્યા યોગ


નવી દિલ્હી,તા.16.એપ્રિલ 2019, મંગળવાર

યોગગુરુ બાબા રામદેવ અગાઉ પણ અવાર નવાર જાહેર કાર્યક્રમોમાં યોગ કરતા નજરે પડ્યા છે.

જોકે આ વખતે તેમણે અલગ જ જગ્યાએ યોગ કરવા માટે પસંદ કરી હતી.આજે બાબા રામદેવ મોદી સરકારના મંત્રી અને ભાજપના નેતા રાજ્યવર્ધનસિંહ રાઠોડની ઉમેદવારી નોંધાવવા માટેની રેલીમાં સામેલ થયા હતા.

રાઠોડે રાજસ્થાન જયપુર ગ્રામ્યની લોકસભા બેઠક પરથી આજે ઉમેદવારી નોંધાવી હતી.તેઓ રિટર્નિંગ ઓફિસર પાસે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા ત્યારે તેમની સાથે બાબા રામદેવ પણ હતા.

બધાના આશ્ચર્ય વચ્ચે બાબા રામદેવ રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં જ અનુલોમ-વિલોમ કરવા માંડ્યા હતા.એ જોઈને આખોમાહોલ બદલાઈ ગયો હતો.

બાબા રામદેવે રાજ્યવર્ધનસિંહ રાઠોડ જીત મેળવશે તેવી શુભેચ્છાઓ પાઠવીને કહ્યુ હતુ કે, પીએમ મોદીને દુશ્મન દેશો ફરી વડાપ્રધાન તરીકે જોવા ઈચ્છતા નથી.મોદીનુ વ્યક્તિત્વ હિમાલય જેવુ છે.જેની આગળ બીજા બધા નેતાઓ વેંતિયા લાગે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VJkdfi
via Latest Gujarati News

Post a Comment

0 Comments