ચૂંટણી પ્રચાર માટે નથી પૈસા, ઉમેદવારે ચૂંટણી પંચ પાસે કિડની વેચવા મંજૂરી માગી


નવી દિલ્હી,તા.16.એપ્રિલ 2019, મંગળવાર

લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારો પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશના બાલાઘાટ લોકસભા બેઠકના એક અપક્ષ ઉમેદવાર કિશોર સમરીતે ચૂંટણી પંચને એક આશ્ચર્યજનક પત્ર લખ્યો છે.

આ ઉમેદવારે જિલ્લા ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં કહ્યુ છે કે, લોકસભા ચૂંટણી માટે મારી પાસે પૈસા નથી અને બીજા ઉમેદવારો પાસે કરોડો રુપિયા છે.ચૂંટણી માટે હવે 15 જ દિવસ રહ્યા છે.ચૂંટણી પ્રચારમાં મહત્તમ 75 લાખ રુપિયા ખર્ચ થઈ શકે છે.ચૂંટણી પંચ મને આટલી રકમ ઉપલબ્ધ કરાવે,  કે બેન્કમાંથી લોન અપાવે.જો આવુ શક્ય ના હોય તો મને એક કિડની વેચવા મંજૂરી આપે.જેથી તેમાંથી મળનારા પૈસામાંથી ચૂંટણી લડી શકાય.

કિશોર સમરીતએ કહ્યુ છે કે, ચૂંટણી લડવાનુ મોંઘુ થઈ રહ્યુ છે.આર્થિક રીતે કમજોર વર્ગ માટે ચૂંટણી લડવુ મુશ્કેલ છે.આથી ચૂંટણી પંચે એવી વ્યવસ્થા કરવી જોઈએ જેમાં કોઈ પણ વ્યક્તિ માટે ચૂંટણી લડવુ આસાન હોય.

સમરીતે અગાઉ સપાના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે.તેમને ચર્ચામાં રહેવાનુ ગમે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Zgxii3
via Latest Gujarati News

Post a Comment

0 Comments