
નવી દિલ્હી,તા.16.એપ્રિલ 2019, મંગળવાર
જયાપ્રદા પર ખાખી અંડરવેરનુ વિવાદાસ્પદ નિવેદન આપીને ચારે તરફથી ઘેરાયેલા સપા નેતા આઝમખાનનુ પુત્ર પણ પાછળ રહ્યા નથી.
આઝમખાનના પુત્ર અબ્દુલ્લા ખાને પણ હવે નવુ નિવેદન આપીને વિવાદ સર્જયો છે.અબ્દુલ્લાએ મુસ્લિમ કાર્ડ ઉતરીને કહ્યુ છે કે, આઝમખાન મુસ્લિમ હોવાથી તેમના પર પ્રચાર કરવાનો બેન લગાવાયો છે.ચૂંટણી પંચે એક તરફી કાર્યવાહી કરી છે.
અબ્દુલ્લાખાન પણ રામપુરની સ્વાર બેઠક પર ધારાસભ્ય છે.તેમણે કહ્યુ હતુ કે, બેન મુકીને અમારો અવાજ દબાવી નહી શકાય.ચૂંટણી પંચે એક તરફી કાર્યવાહી કરી છે.આઝમખાને આપેલુ નિવેદન જયાપ્રદા માટે નહોતુ છતા ચૂંટણી પંચે આઝમખાને સફાઈ આપવાનો મોકો આપ્યો નથી.આ બેન મોદીને ખુશ કરવા લગાવાયો છે.
આઝમખાન બેનના કારણે 72 કલાક સુધી પ્રચાર નહી કરી શકે.બીજી તરફ 18 એપ્રિલે થનારા બીજા તબક્કાના મતદાનમાં રામપુર બેઠકનો પણ સમાવેશ થાય છે.જ્યાંથી આઝમખાન જયાપ્રદા સામે ચૂંટણી લડી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V6hpLW
via Latest Gujarati News
0 Comments