
નવી દિલ્હી,તા.16.એપ્રિલ 2019, મંગળવાર
ચીનના મીડિયામાં પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસાના પુલ બંધાઈ રહ્યા છે.
ચીનના મીડિયાનુ કહેવુ છે કે, પીએમ મોદીએ પાંચ વર્ષના કાર્યકાળમાં ભારત અને ચીનના સબંધોને નવી ઉચાંઈ પહોંચાડ્યા છે.હવે પછી કોઈ પણ સરકાર આવશે તો પણ ભારત સાથેના ચીનના સબંધો આવા જ મજબૂત રહેશે.
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહયુ છેકે, ભાજપને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ટક્કર આપી રહી છે. વખતે ભાજપને ગઈ ચૂંટણી જેટલી બહુમતિ મળશે કે કેમ તે કહેવુ મુશ્કેલ છે પણ ડિપ્લોમસીના મામલમાં મોદીએ દુનિયાનુ ધ્યાન ભારત તરફ ખેંચવામાં સફળતા મેળવી છે.
અખબારે કહ્યુ છે કે, ચીનનો સમાજ પહેલા ભારતમાં બહુ રસ લહેતો નહોતો તેમાં પણ હવે મોદીની લોકપ્રિયતા અને પ્રભાવ ભારતના પહેલા પીએમ નહેરુ કરતા પણ વધારે છે.તમામ ઉતાર ચઢાવો વચ્ચે પણ પાંચ વર્ષ દરમિયાન નવી દિલ્હી અને બીજિંગના સબંધોમાં ઘણી પ્રગતિ થઈ છે.2014ની ચૂંટણીમાં મોદીને ચીનના મીડિયામાં ઘણુ કવરેજ મળ્યુ હતુ.પીએમ બન્યા પછી મોદીએ ચીનના સોશ્યલ મીડિયા પર એકાઉન્ટ ખોલીને ચીનના લોકો સીધો સંવાદ કર્યો હતો.તેના કારણે મોદીની લોકપ્રિયતા વધી ગઈ છે.ચીનના મીડિયાએ પણ મોદીના કારણે ભારતનુ કવરેજ વધાર્યુ છે.જેના પગલે ચીનના લોકો પણ ભારત તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GoRdnH
via Latest Gujarati News
0 Comments