
નવી દિલ્હી,તા.16.એપ્રિલ 2019, મંગળવાર
ગોવાના એક ચર્ચે ભાજપના પ્રમુખ અમિત શાહ અને ગોવાના પૂર્વ દિવંગત સીએમ મનોહર પરિકર પર કરેલા નિવેદન બદલ માફી માંગી છે.
ગોવાના અવર લેડી ઓફ સ્નોઝ ચર્ચામાં પાદરી કોસિકાઓ ડિ સિલ્વાએ કરેલા પ્રવચનનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો.જેમાં પાદરી ડિ સિલ્વા ભાજપને નકારી કાઢવાની લોકોને અપીલ કરતા જોવા મળી રહ્યા છે.પાદરીએ પ્રવચનમાં ભાજપ પ્રમુખ અમિત શાહને શેતાન કહેતા સંભળાય છે.તેઓ કહે છે કે, પરિકરને કેન્સર થવાનુ કારણ ભગવાનનો ગુસ્સો હતો.
આ વીડિયો વાયરલ થયા બાદ સોશ્યલ મીડિયા પર તેની ટીકા થવા માંડી હતી.જેના પગલે ચર્ચે માફી માંગતા કહ્યુ હતુ કે, કોઈ એક પાર્ટી અને વ્યક્તિ વિશેષને ધ્યાનમાં રાખીને પાદરીએ આપેલા નિવેદનન બદલ ચર્ચને અફસોસ છે.
આ નિવેદન આપનાર પાદરીએ અગાઉ પણ 2017માં ખુલ્લેઆમ કોંગ્રેસના ઉમેદવાર માટે મત માંગીને વિવાદ સર્જયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KG4axz
via Latest Gujarati News
0 Comments