
નવી દિલ્હી તા.16 એપ્રિલ 2019 મંગળવાર
AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પક્ષ મુસ્લિમોને ભાજપનો ડર દેખાડીને મત માગી રહી હતી. જોકે તેમણે તરત ઉમેર્યું હતું કે ગઇ લોકસભાની ચૂંટણીમાં બિહારના નીતિશ કુમારે નરેન્દ્ર મોદીનો વિરોધ કરીને પાછળથી એ પોતે પણ મોદીના ખોળામાં બેસી ગયા હતા.
બિહારની રાજધાની પટણામાં એક સભાને સંબોધતાં ઓવૈસીએ પોતાના પક્ષના ઉમેદવાર અખ્તરુલ ઇમાનને મત આપવાની હાકલ કરતાં ઓવૈસીએ કહ્યું કે તમારા વિસ્તારમાં સડક અને પુલ બાંધવા સુધીની કામગીરી કરવા ઉપરાંત ઇમાન તમારી સમસ્યાઓને દિલ્હી સુધી પહોંચાડવામાં સક્રિય રહેશે.
કોંગ્રેસની આકરી ટીકા કરતાં ઓવૈસીએ કહ્યું કે અત્યારે જે કોંગ્રેસ ભાજપનો ડર દેખાડીને તમારા મત માગી રહી છે એ કોંગ્રેસના શાસનમાં ભાગલપુરના કોમી તોફાનો થયાં હતાં અને બાબરી મસ્જિદ તૂટી હતી એ તમારે યાદ રાખવું જોઇએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v7m5Tf
via Latest Gujarati News
0 Comments