હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાની ત્રણ કરોડ 68 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત


નવી દિલ્હી તા.16 એપ્રિલ 2019 મંગળવાર

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચોટાલાની બેહિસાબી ત્રણ કરોડ 68 લાખ રૂપિયાની સંપત્તિ એન્ફોર્સમેન્ટ વિભાગે જપ્ત કરી લીધી હતી. આ સંપત્તિમાં રોકડ રકમ ઉપરાંત આલીશાન ફ્લેટ અને જમીનના પ્લોટનો સમાવેશ થયો હતો.

વાસ્તવમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઓમ પ્રકાશના પુત્રો અભય અને અજય ચૌટાલા સામે 1993થી 2006 વચ્ચે મેળવેલી બેહિસાબી સંપત્તિનો કેસ કર્યો હતો. આ સંપત્તિનો કોઇ હિસાબ આ ભાઇઓ આપી શક્યા નહોતા એટલે સંબંધિત વિભાગે આ સંપત્તિ કબજે લીધી હતી. 

ઉલ્લેખનીય છે કે ઓમ પ્રકાશને 2013માં જેબીટી કૌભાંડમાં કોર્ટે આરોપી જાહેર કર્યા હતા અને દસ વર્ષની જેલની સજા ફટકારી હતી. ઓમ પ્રકાશ હાલ તિહાર જેલમાં કારાવાસ ભોગવી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZekUiP
via Latest Gujarati News

Post a Comment

0 Comments