આતંકી સંગઠન જૈશ એ મુહમ્મદે LoC નજીક નવું લોન્ચ પેડ સ્થાપ્યુ: ATS


શ્રીનગર, તા. 16 એપ્રિલ 2019 મંગળવાર

પાકિસ્તાનમાં રહીને ભારત પર આતંકવાદી હુમલા કરી રહેલી સંસ્થા જૈશ એ મુહમ્મદે લાઇન ઑફ કન્ટ્રોલ નજીક નવું લોંચિંગ પેડ ઊભું કર્યુ હોવાની માહિતી જમ્મુ કશ્મીર પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના એેક અધિકારીએ આપી હતી.

આ અધિકારીએ કહ્યું હતું કે તાજેતરમાં કેન્દ્ર સરકારે આપેલી છૂટના પગલે ભારતીય લશ્કરે જૈશના મોટા ભાગના કમાન્ડરોને ઠાર કર્યા હોવાથી હવે જૈશે નવા આતંકવાદીઓ મોકલવાની યોજના ઘડી હતી અને એના એક ભાગરૂપે એલઓસી નજીક નવું લોન્ચિંગ પેડ ઊભું કર્યું હતું. જોકે ભારતીય સિક્યોરિટી દળો હજુ પણ સાબદાં છે.

હાલ જમ્મુ કશ્મીરમાં મુન્ના બિહારીના ગુપ્ત નામથી સક્રિય માત્ર એક જૈશ કમાન્ડર સક્રિય છે. આ અધિકારીએ આપેલી માહિતી મુજબ તાજેતરના ભારતીય લશ્કરના આકરાં પગલામાં મસૂદ અઝહરના ભત્રીજા મોહમ્મદ ઉમર સહિત જૈશના મોટા ભાગના કમાન્ડરોને લશ્કરે ઠાર કર્યા હતા અથવા આ બધા ડરના માર્યા પાકિસ્તાન પાછાં ચાલ્યા ગયા હતા. 

જૈશ એ મુહમ્મદના આકાઓ ભારતીય લશ્કરના આ આકરા પગલાંથી હેબતાઇ ગયા હતા અને હવે નવેસર પોતાની હુમલાની યોજના ઘડી રહ્યા હતા. એ યોજનાના એક ભાગરૂપે LoC નજીક લોન્ચિંગ પેડ ઊભું કર્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UmQJSK
via Latest Gujarati News

Post a Comment

0 Comments