લાલુ પરિવારના ઝગડામાં નવો વળાંક ધમકી મળ્યાની તેજ પ્રતાપની ફરિયાદ


નવી દિલ્હી,તા.3 એપ્રિલ 2019, બુધવાર

લાલુ પ્રસાદ યાદવના બળવાખોર પુત્ર તેજ પ્રતાપે પોલીસમાં ફરીયાદ લખાવી હતી કે કોઇ અજાણી વ્યક્તિએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવના મોટા ભાઇ તેજ પ્રતાપ યાદવ 11 એપ્રિલથી શરૂ થતી લોકસભાની ચૂંટણીમાં પોતાની પસંદગીના ઉમેદવારને ટિકિટ અપાવવા દબાણ કરે છે.30 વર્ષના તેજ પ્રતાપે પોલીસને પત્ર લખી અજાણ્યા કોલની તપાસ કરવા કહ્યું હતું.

તેજ પ્રતાપે દાવો કર્યો હતો કે ફોન કરનારે મને અને મારા સહાયકને મારી નાંખવાની ધમકી આપી હતી.પ્રાથમિક અહેવાલ અનુસાર, ફોન કરનારે પોતાની જાતને રાજદની વિદ્યાર્થી શાખાના નેતા તરીકે આપી હતી જેને ગયા સપ્તાહે જ તેજ પ્રતાપે છોડી હતી.પોલીસે ખૈંઇ નોંધી હતી.'મારા અંગત સહાયક શ્રીજન સ્વરાજને  તેના ફોન પર ધમકી મળી હતી. અજાણ્યા કોલરે તેને અને મને મારી નાંખવાની ધમકી આપી હતી.

 ફોન કરનારે પોતાને રાજદની વિદ્યાર્થી શાખાનો કાર્યકર્તા ગણાવ્યો હતો.આ તો ખૂબ જ ગંભીર બાબત છે ્ને સુરક્ષાનો મુદ્દો છે. શ્રીજને તમામ વાતચીતને રેકોર્ડ કરી હતી, એમ પોલીસને લખેલા પત્રમાં તેજ પ્રતાપે કહ્યું હતું. યાદવ પરિવારમાં ચાલી રહેલી યાદવાસ્થળી વચ્ચે આ ધમકીના વાતે જોર પકડયો હતો. તેજ પ્રતાપે વિદ્યાર્થી શાખાના સંરક્ષક તરીકે રાજીનામું આપ્યું હતું.તેણે લાલુ-રાબડી મોરચાના નામે નવું રાજકીય સંગઠન ઊભું કર્યું હતું.

તેજ પ્રતાપે આગામી એપ્રિલ-મેની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો ઊભા રાખવાની પણ ધમકી આપી હતી.છુટાછેડા માટે કોર્ટમાં અરજી કરનાર તેજ પ્રતાપે તેના સસરા ચંદ્રીકા રાયને સરણમાંથી લડવા આપેલી ટિકિટ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેઓ ઇચ્છે છે કે એ બેઠક પર માત્ર લાલુ પરિવારનો જ સભ્ય ચૂટણી લડે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FPqXS5
via Latest Gujarati News

Post a Comment

0 Comments