નવી દિલ્હી, તા. 3 એપ્રિલ 2019, બુધવાર
કોંગ્રેસની યોજના ન્યાય પર આરોપો લગાવતા ભાજપના નેતાઓ સવાલો કરી રહ્યા છે કે આ યોજના માટે કોંગ્રેસ ફંડ ક્યાંથી લાવશે, જેનો જવાબ આપતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ ફંડ ચોકીદાર મોની ચોર બિઝનેસમેનોના ખીસ્સામાંથી લેવામાં આવશે.
આ પૈસાને સીધા જે પણ ગરીબ લાભાર્થીઓ છે તેમના પરિવારના બેંક ખાતામા જમા કરવામાં આવશે. રાહુલ ગાંધીએ આસામમાં બે રેલીઓને સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મોદીએ ચાર વર્ષ પહેલા દાવો કર્યો હતો કે દરેકના ખાતામાં 1૫ લાખ રૂપિયા જમા કરવામાં આવશે જોકે કોઇ ગરીબના ખાતામાં આ પૈસા નથી આવ્યા પણ મોદીના માનિતા અનીલ અંબાણી જેવાને કરોડો રૂપિયા સરકારે આપી દીધા છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે એરફોર્સ પાસેથી 30 હજાર કરોડ રૂપિયા લઇને મોદીએ અનિલ અંબાણીને પધરાવી દીધા. આ પૈસા ગરીબોના છે જેને અમે મોદીના આ માનિતાઓની પાસેથી લઇને ગરીબોને આપીશું. આ ઉપરાંત મનરેગા યોજનાનું જે બજેટ છે તેને વધારવા અને 1૫0 દિવસ કામ આપવાનું વચન પણ રાહુલે આપ્યું હતું.
મોદીના ચોકીદાર કેમ્પેઇન પર પ્રહારો કરતા રાહુલે જણાવ્યું હતું કે ચોકીદારો માત્ર અમીરોના ઘરની બહાર તૈનાત કરાય છે, કોઇ ગરીબના ઘરની બહાર ચોકીદાર જોયા છે? આ ઉપરાંત રાહુલે સિટિઝનશિપ બિલનો પણ વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેને અમે સંસદમાં પસાર નહી થવા દઇએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K73ml2
via Latest Gujarati News
0 Comments