મોદીના પ્રચાર પાછળ કરોડોનો ખર્ચ કરવા ભાજપ રૃપિયા ક્યાંથી લાવે છે? : રાહુલ


નવી દિલ્હી, તા.15 એપ્રિલ, 2019, સોમવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાછળ થઇ રહેલા કરોડો રૃપિયાના ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ પૂછ્યું છે કે ૩૦ સેકન્ડ માટેની ટીવી પરની જાહેરાત પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ થતો હોય છે જ્યારે હાલ મોદીની અનેક જાહેરાતો આવી રહી છે. 

આ સ્થિતિ વચ્ચે સવાલ એ થાય છે કે મોદીની આ જાહેરાતો પાછળનો કરોડો રૃપિયાનો ખર્ચ ક્યાંથી આવે છે? રાહુલે જણાવ્યું હતું કે દરેક સ્થળે મોદીની પબ્લિસિટી થઇ રહી છે, આ પબ્લિસિટી પાછળના કરોડો રૃપિયા આવે છે ક્યાંથી? 

સાથે રાહુલે આરોપ લગાવ્યો હતો કે મોદીએ જનતાના પૈસા લૂટીને નિરવ મોદી, વિજય માલ્યા અને અનિલ અંબાણીને આપી દીધા છે. મોદીએ આ દેશના ખેડૂતોની સ્થિતિ પાયમાલ કરી નાખી છે. જુઠા વચનો આપીને મોદી સત્તા પર આવ્યા, જોકે તેમણે એક પણ વચન પુરુ ન કર્યું. 

૧૫ લાખ ખાતામાં નાખવાનું વચન આપ્યું હતું જે અધુરુ છે જ્યારે કોંગ્રેસ ગરીબોના ખાતામાં ૭૨ હજાર રૃપિયા જમા કરવાનું વચન પુરુ કરશે. જ્યારે અમે ૭૨ હજાર રૃપિયા વાળી ન્યાય યોજના વિશે બોલીએ છીએ ત્યારે મોદી પૂછે છે કે આ યોજનાના પૈસા ક્યાંથી આવશે.

 અમે મોદીને કહેવા માગીએ છીએ કે આ પૈસા ઇન્કમ ટેક્સમાં વધારો કરીને નહીં લેવાય, આ પૈસા અનિલ અંબાણી, મેહુલ ચોક્સી, નિરવ મોદીની પાસેથી લેવામાં આવશે કે જેને તમે આપ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XgHMMy
via Latest Gujarati News

Post a Comment

0 Comments