
વોલ સિટીમાં અવારનવાર હેરિટેજ વૉકનું આયોજન કરવામાં આવે છે, શેપમીડિયા અને ઇન્ડિયા હેરિટેજ વૉક દ્વારા યોજાયેલી હેરિટેજ દ્વારા યોજાયેલી વૉકમાં સ્થાપત્યોની જાણકારી સાથે સ્કેચ વૉક પણ યોજાઇ હતી. સ્કેચ વૉકમાં ૨૫ આર્ટિસ્ટે ભાગ લીધો હતો, જેમાં હેરિટેજ સ્થાપત્યોનો ઇતિહાસ જાણી સ્થાપત્યોના સ્કેચ પણ કર્યા હતા. હેરિટેજ સ્કેચ વૉકમાં મેઘના ગાંધીએ લોકોને સ્થાપત્યોના ઇતિહાસ વિશેની માહિતી આપી હતી. વૉકમાં મેઘના ગાંધીએ કહ્યું કે, પહેલાના સમયમાં જ્યારે બાળકો રડતા ત્યારે હસ્તીબીબીના ગોખલામાં બેસાડતા અને બાળકો હસતા થઇ જતા હતા, તેથી સ્થળનું નામ પણ હસ્તીબીબી પડયું છે. તેવી જ રીતે દાદાભગતની પોળમાં પહેલાના સમયમાં માત્ર પટેલો જ રહેતા હતા, બીજા લોકોએ ત્યાં રહેવા આવવા માટે મોટી માત્રામાં ટેક્સ ચૂકવવો પડતો હતો. જ્યારે આજે ત્યાં માત્ર ત્રણ પટેલ જ વસવાટ કરે છે, બાકીની વસ્તીમાં મારવાડી સમાજના લોકો વધારે છે.
સ્કેચ દ્વારા લોકોએ સ્થાપત્યોના આર્કિટેક્ચરની જાણકારી મેળવી
હેરિટેજ વૉકનો ધ્યેય માત્ર લોકોને સ્થાપત્યોના ઇતિહાસની જાણકારી આપવા સિવાય સ્થાપત્યોના આર્કિટેક્ચર અને કન્સ્ટ્રક્શન કામને જાણવાનો પણ હતો. કારણ કે, વોલ સિટીમાં આવેલી જૂની ઇમારતો તેમના ઇતિહાસ સાથે આર્કિટેક્ચર માટે પણ જાણીતી છે. વૉકમાં જોડાયેલા લોકોએ આર્કિટેક્ચરની સમજ માટે સ્કેચ બનાવ્યા હતા. - મેઘના ગાંધી, હિસ્ટોરીયન
વર્ષો જૂના ફૂડનો સ્વાદ આજે પણ અકબંધ
સેન્ટર ફોર હેરિટેજ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ સુક્રિત સેન દ્વારા પણ જૂના અમદાવાદમાં ફૂડ વૉક કરવામાં આવી હતી, જેમાં શહેરના પ્રખ્યાત ફૂડ વિશેની માહિતી વૉકમાં જોડાયેલા લોકોને આપવામાં આવી હતી. જૂના શહેરમાં ફૂડની કેટલીક દુકાનો વર્ષો જૂની હોવા છતા તેના સ્વાદમાં ફેરફાર થયો નથી.
સ્કેચ વૉકમાં ઓછા જાણીતા સ્થળોની મુલાકાત લેવાઇ હતી

હેરિટેજ વૉકમાં મોટાભાગે શહેરના જાણીતા સ્થળોની જાણકારી આપવામાં આવતી હોય છે, પરંતુ હેરિટેજ સ્કેચ વૉકમાં વોલ સિટીના ઓછા જાણીતા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સ્થળોની જાણકારી સાથે આર્ટિસ્ટે સ્કેચ પણ કર્યાં હતા. હેરિટેજ સ્કેચ વૉકના રૃટમાં મુલેવા પાશ્વનાથ, શેખનો પાડો, દેવશાહનો પાડો, હસ્તીબીબીનો ગોખલો અને જાદવ ભગતની પોળ સુધી યોજાઇ હતી.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PguwVK
via Latest Gujarati News
0 Comments