
નવી દિલ્હી, 20 એપ્રિલ 2019, શનિવાર
રુસના એક ગામમાં બનેલી એક ઘટનાએ લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. અહીં 18 વર્ષના એક કુતરાને મરેલો સમજી તેના માલિકે દફન કરી દીધો હતો પરંતુ આ કુતરો જીવતો હતો અને તે પોતાની કબરમાંથી બહાર આવી ગયો હતો.
ડિક નામનો આ કુતરો થોડા દિવસ પહેલા એટલી ઘેરી ઊંઘમાં સૂઈ ગયો કે તેના માલિકને લાગ્યું કે તે મરી ગયો છે. ડિકના શરીરમાં કલાકો સુધી કોઈ હલનચલન ન થતા તેના માલિકે આસપાસના લોકોને બોલાવી અને કુતરાની દફનવિધિ કરી. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે ડિક થોડા સમય બાદ કબરમાંથી બહાર આવ્યો અને રોડ પર પહોંચ્યો. દફન થયો હોવાના કારણે તેની હાલત દયનીય બની ગઈ હતી અને રોડ પરથી પસાર થતા લોકોએ તેના માલિકને શોધવા માટે ડિકની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને કુતરાને શેલ્ટર હોમ પહોંચાડ્યો. જ્યારે તેના માલિકએ આ તસવીર જોઈ તો તેના હોશ ઊડી ગયા.
સોશિયલ મીડિયા પર તસવીર જોઈ ડિકનો માલિક શેલ્ટર હોમ પહોંચ્યો અને તેને જાણવા મળ્યું કે ઊંઘમાં ડિક બેભાન થઈ ગયો હતો. પરંતુ જ્યારે તેને દફન કરવામાં આવ્યો ત્યારે તે ભાનમાં આવી ગયો અને સમયસર કબર ખોદી તે બહાર આવી ગયો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VUq952
via Latest Gujarati News
0 Comments