
નવી દિલ્હી, 20 એપ્રિલ 2019, શનિવાર
રુસના ક્રાસ્ત્રોયાસર્કમાં થોડા દિવસ પહેલા થયેલી એક સ્પર્ધા આજકાલ ખૂબ ચર્ચામાં છે. આ સ્પર્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે. આ સ્પર્ધામાં બે સ્પર્ધકો એકબીજાને થપ્પડ મારે છે અને જે વ્યક્તિની સહનશક્તિ ઝડપથી જવાબ આપી દે છે તે હારી જાય છે. અહીં સૌથી વધારે થપ્પડ જે વ્યક્તિ ખાઈ શકે છે તેને રોકડ રકમ ઈનામ તરીકે આપવામાં આવે છે.
આ સ્પર્ધામાં બે પુરુષ ખેલાડી એક ટેબલની સામસામે ઊભા રહે છે અને તે એકબીજાને થપ્પડ મારે છે. આ સ્પર્ધા શરૂ થાય એટલે કોઈ પણ વ્યક્તિ પોતાનો બચાવ કરી શકતો નથી. જે વ્યક્તિ વધારે તમાચા ખાય છે તે આ સ્પર્ધા જીતી જાય છે.
આ થપ્પડ સ્પર્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે લોકો એકબીજાને જોરજોરથી થપ્પડ મારે છે. કેટલાક લોકો તો આ સ્પર્ધા દરમિયાન બેભાન પણ થઈ જાય છે. આ સ્પર્ધા જે જીતે છે તેને ઈનામ તરીકે 30,000 રુસી રુબલ ઈનામમાં આપવામાં આવે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IHY7WJ
via Latest Gujarati News
0 Comments