CJI રંજન ગોગોઇએ યૌન ઉત્પીડનના આરોપો નકાર્યા, કહ્યું ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર ગંભીર ખતરો

નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2019, શનિવાર

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ તેમના પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોને નકારી કાઢતા કહ્યું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર ગંભીર ખતરો છે અને મારા ઉપર લગાવવામાં આવી રહેલા આરોપોથી બહુ પરેશાન છું. 

સીજેઆઈ રંજન ગોગોઈની આગેવાનીવાળી બેંચે આ મામલા પર હાલ કોઈ આદેશ પાસ નથી કર્યો અને મીડયાને ન્યાયપાલિકાની સ્વતંત્રતા માટે સંયમ બતાવવા કહ્યું છે. સીજેઆઈ પર તેની સાથે જ કામ કરતી 35 વર્ષીય જૂનિયર સહાયકે શુક્રવારના રોજ દેશની વડી અદાલતમાં 22 જજને પત્ર લખી ગોગોઇ પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા અને જેના પર શનિવારે સુનાવણી થઈ.

રંજન ગોગોઇએ કહ્યું કે ઑનલાઈન મીડિયામાં કથિત યૌન ઉત્પીડનના સંબંધમાં લાગેલ આરોપો પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે શારીરિક સતામણીનો આરોપ લગાવનાર મહિલા પાછળ મોટી તાકાત છે. સીજેઆઈએ કહ્યું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ખતરામાં છે અને ન્યાયપાલિકાને અસ્થિર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

જે મહિલાએ તેમના પર આરોપ લગાવ્યાં છે, તે ચાર દિવસથી જેલમાં હતી. મહિલાને કોઇ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં નોકરી અપવવાનું પ્રલોભન આપ્યુ હતું અને પૈસા લીધા હતા. આગલા દિવસે કેટલાય મહત્વના મામલે સુનાવણી હાથ ધરાવવાની હતી, માટે જાણી જોઇને આવા આરોપ લગાવવામાં આવ્યાં. મહિલા એ જ્યારે સર્વિસ જોઇન કરી ત્યારે પણ તેમના પર કેસ નોંધાયેલા હતા. એટલું જ નહીં મહિલાના પતિ પર પણ બે કેસ પેન્ડિંગ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UwAwL7
via Latest Gujarati News

Post a Comment

0 Comments