ખોરાક ખવડાવતા વ્યક્તિનો હાથ ચાવી ગઈ સિંહણ, જુઓ video


નવી દિલ્હી, 20 એપ્રિલ 2019, શનિવાર

સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈ આપણે ધ્રુજી જઈએ છીએ. આવો જ એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક સિંહણ તેને ખોરાક ખવડાવતા એક વ્યક્તિના હાથને ચાવી જાય છે. 

આ અંગે મળતી માહિતી અનુસાર સાઉથ આફ્રીકા સ્થિત ગેમ લોજમાં ફરવા ગયેલા એક કપલમાંથી પીટર નામના એક વ્યક્તિએ સિંહને ખોરાક ખવડાવવાની હિંમત દાખવી. પીટર શાંત બેઠેલા સિંહ પાસે જાય છે અને તેને ખોરાક આપવા લાગે છે પરંતુ થોડી જ વારમાં ત્યાં સિંહણ આવી પહોંચે છે અને પીટર જ્યારે સિંહણને હાથથી અડકવા જાય છે ત્યાં તો સિંહણ તેનો હાથ જ પોતાના મોંમા લઈ લે છે. 

આ સમગ્ર ઘટના વીડિયોમાં પણ કેદ થઈ છે. પીટરના હાથમાં જ્યારે સિંહણના દાંત લાગે છે તો તે દુખાવાથી આકુળ વ્યાકુળ થઈ જાય છે. જો કે થોડી જ વારમાં સિંહણ તેનો હાથ મોંમાંથી છોડી દે છે. આ ઘટના બાદ પીટરને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 






from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ULOSMl
via Latest Gujarati News

Post a Comment

0 Comments