નવી દિલ્હી, તા. ૧૭
ભારતીય ટીમનો કેપ્ટન કોહલી અને બોર્ડની પસંદગી સમિતિ નિયમોને તેમની મરજી મુજબ ગમે ત્યારે બદલી નાંખતા હોય છે. અત્યાર સુધી ફિટનેસના ઉચ્ચ ધોરણો જાળવવાની દલીલો સાથે કોહલી અને સિલેક્ટરોએ ક્રિકેટરો માટે 'યો યો' ટેસ્ટ પાસ કરવો અનિવાર્ય બનાવ્યો હતો. કેટલાક ખેલાડીઓને તો 'યો યો' ટેસ્ટની નિષ્ફળતાને પગલે ટીમ ઈન્ડિયા સ્થાન નહતું અપાયું. જોકે આઇપીએલ રમીને થાકેલા કોહલી સહિતના અન્ય ટોચના સુપરસ્ટાર્સ વર્લ્ડ કપ પહેલા ' યો યો' ટેસ્ટ પાસ કરી શકે તેવી હાલતમાં લાગતા નથી, જેના કારણે વર્લ્ડકપની ટીમમાં સામેલ ખેલાડીઓ માટે 'યો યો' ટેસ્ટ પાસ કરવો હવે મરજીયાત બનાવી દેવાયો છે. ટૂંકમાં વર્લ્ડકપના ખેલાડીઓનો ' યો યો ' ટેસ્ટ લેવાશે જ નહી. જોકે આ બાબતની જાહેરાત કરવામાં આવી નથી.
એક મીડિયા રિપોર્ટમાં બોર્ડના ઓફિસિઅલને ટાંકીને જણાવી દેવાયું છે કે, ખેલાડીઓ હાલ આઇપીએલ રમી રહ્યા છે અને એક વખત આઇપીએલ પુરી થઈ જાય પછી તો તેમને થાક ઉતારવાનો સમય જોઈશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VSDDy7
via Latest Gujarati News
0 Comments