વડાપ્રધાન મોદી જન્મે ઉચ્ચ કુળના, જ્યારે કાગળ પર પછાત: તેજસ્વી


(પીટીઆઇ) પટણા, તા.28 એપ્રિલ, 2019, રવિવાર

બિહાર વિધાનસભાના વિપક્ષી નેતા અને રાજદ અગ્રણી તેજસ્વી યાદવના મતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને અતિ પછાત જાતિના ગણાવે છે એ અતિ પછાતપણું વડાપ્રધાનની પ્રતિભામાંથી ગયા સપ્તાહે પ્રગટયું હતું.

વડાપ્રધાને શનિવારે ઉત્તરપ્રદેશમાં એક જાહેર સભાને સંબોધતા એમની પછાતવર્ગના સભ્ય તરીકેની ઓળખને આક્રમકતાપૂર્વક રજૂ કરી હતી. એમણે કહ્યું હતું કે પોતે માત્ર ઓબીસી (અધર બેકવર્ડ કલાસ - અન્ય પછાત વર્ગો)ના સભ્ય નથી, પરંતુ પોતે અત્યંત પછાત જાતિમાં જન્મ્યા હતા.

તેજસ્વી યાદવે, વડાપ્રધાનના ઉપરોક્ત કથનોના સંદર્ભમાં આજે ટ્વીટ કરતા જણાવ્યું કે મેં ગઇ તા.૨૦ એપ્રિલે કહ્યું હતું કે પોતાને નકલી ઓબીસી નાગરિક જણાવ્યા પછી હવે તેઓ પોતાને અત્યંત પછાત વર્ગના ગણાવશે. એમણે યુ.પી.માં  કાન્નૌજ ખાતેની રેલીમાં એમ જ કર્યું. હકીકત એ છે કે વડાપ્રધાન મોદી જન્મથી ઉચ્ચ વર્ણની વ્યક્તિ છે, જ્યારે કાગળ પર તેઓ પછાત છે. મોદી મત ખેંચવા માટે અનેક બધી વસ્તુઓ કહેશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vs7Usg
via Latest Gujarati News

Post a Comment

0 Comments