
નવી દિલ્હી તા.8 એપ્રિલ 2019 સોમવાર
વિભાજનવાદી કશ્મીરી નેતા મીરવાયેઝ ઉમર ફારુખ આજે સવારે નેશનલ સિક્યોરિટી એજન્સીની ઑફિસે પહોંચ્યો હતો. આ સંસ્થા એની પૂછપરછ કરવાની છે.
પુલવામા કાંડ પછી કેન્દ્ર સરકારે તમામ ભાગલાવાદી કશ્મીરી નેતાઓને અપાયેલી સિક્યોરિટી વ્યવસ્થા પાછી ખેચી લીધી હતી અને એમને બધાંને નજર કેદમાં રાખવામાં આવ્યા હતા.
ત્યારબાદ આ તમામ નેતાઓની નેશનલ સિક્યોરિટી એજન્સી દ્વારા આકરી પૂછપરછ શરૂ થઇ હતી. ખાસ કરીને આતંકવાદીઓને મળતાં નાણાં ક્યાંથી કેવી રીતે આવે છે એ બાબતે આ બધા ભાગલાવાદી નેતાઓ સામે શંકાની સોય તાકવામાં આવી હતી.
આમાંના મોટા ભાગના નેતાઓ એકાદ દાયકા અગાઉ સાવ મુફલિસ અવસ્થામાં રહેતા હતા. અત્યારે એ બધા કરોડોપતિ છે એટલે તેમની આવકનો સ્રોત જાણવો જરૂરી બન્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I6rC5b
via Latest Gujarati News
0 Comments