
મુંબઇ તા.8 એપ્રિલ 2019 સોમવાર
બોલિવૂડના બેતાજ બાદશાહ તરીકે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની હિટ સિરિઝ ડૉનની ત્રીજી કડી છોડી દીધી હતી.
મૂળ 1980ના દાયકામાં જ્યારે અમિતાભ બચ્ચન એંગ્રી યંગ મેન તરીકે એક પછી એ્ક હિટ ફિલ્મો આપી રહ્યા હતા ત્યારે ડૉન ફિલ્મ આવી હતી. આ ડૉન સુપરહિટ નીવડી હતી.
એ પછી સ્ક્રીપ્ટ રાઇટર જાવેદ અખ્તરના પુત્ર અને અભિનેતા ફિલ્મ સર્જક ફરહાન અખ્તરે શાહરુખ ખાનને લઇને ડૉન બનાવી હતી. એ પણ હિટ નીવડી હતી. એટલે ફરહાને ડૉન ટુ બનાવી હતી. એ હિટ નીવડી એટલે ડૉન થ્રીની વાતો વહેતી થઇ. ફરહાને કહ્યું હતું કે સારી સ્ક્રીપ્ટ મળશે ત્યારે અમે ડૉન થ્રી બનાવીશું.
પહેલી બે ડૉનમાં શાહરુખ ચમક્યો હતો એટલે ડૉન થ્રી પણ શાહરુખ કરશે એવી વાત વહેતી હતી. પરંતુ લેટેસ્ટ વાત એવી છે કે શાહરુખે ડૉન થ્રી છોડી દીધી હતી અને એના સ્થાને રણવીર સિંઘનું નામ ચર્ચાતું થયું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ur7r8r
via Latest Gujarati News
0 Comments