ભારતનો ખોફ, ચીનની નૌસેનાની વર્ષગાંઠની ઉજવણીમાં પાક યુધ્ધ જહાજો નહીં મોકલે

નવી દિલ્હી, તા. 7. એપ્રિલ 2019 સોમવાર

ચીન સાથે સરહદ પર સતત રહેતા તનાવ વચ્ચે ચીનની નૌસેનાની 70મી વર્ષગાંઠની ઉજવણીમાં ભારતીય નૌસેનાના બે જહાજો પણ હિસ્સો લેવાના છે.જેમાં એક યુધ્ધ જહાજ છે. જોકે ભારતના ખૌફથી ચીનનુ પરમ મિત્ર આ ઉજવણીમાં પોતાનુ એક પણ જહાજ નહી મોકલે.

એવુ મનાઈ રહ્યુ છે કે, બાલાકોટની એર સ્ટ્રાઈક બાદ દરિયાઈ મોરચે પણ ભારતે આક્રમક વલણ અપનાવીને યુધ્ધ જહાજો તૈનાત કરી રાખ્યા છે.જેના કારણે  પાકિસ્તાન હજી પણ ફફડી રહ્યુ છે.પાકિસ્તાનની નેવીએ પણ આના કારણે પેટ્રોલિંગ વધારી દીધુ છે અને તેની પાસે એટલી ક્ષમતા નથી કે ચીન મોકલવા માટે બે જહાજ ફાજલ પાડી શકે.જોકે પાકિસ્તાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ આ ઉજવણીમાં ભાગ લેવાના છે.

ઉલ્લેખનીય છે કે, 21 થી 26 એપ્રિલની વચ્ચે ચીનની નૌસેના તેની સ્થાપનાની 70મી વર્ષગાંઠની ઉજવણી કરવાની છે.આ નિમિત્તે એક ઈન્ટરનેશનલ ફ્લિટ રિવ્યૂ યોજાશે.આ રિવ્યૂમાં 60 જેટલા દેશો પોતાના યુધ્ધ જહાજો મોકલશે.જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

ભારતીય નૌસેનાના આઈએનએસ કોલકાતા અને અને આઈએનએસ શક્તિ તેમાં ભાગ લેશે.આઈએનએસ કોલકાતા ભારતીય નૌસેનાનુ કોલકાતા સિરિઝનુ સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર પ્રકારનુ યુધ્ધ જહાજ છે જ્યારે આઈએનએસ શક્તિ એક ટેન્કર અને માલવાહક પ્રકારનુ જહાજ છે.જેના પર કુલ મળીને 500 જેટલા નૌસેનાના અધિકારીઓ અને સૈનિકો તેનાત છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FY83s6
via Latest Gujarati News

Post a Comment

0 Comments