છપાક્નો નવો લૂક રિલિઝ કરાયો


મુંબઇ તા.8 એપ્રિલ 2019, સોમવાર

મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ છપાક્નો નવો લૂક રવિવારે રિલિઝ કરાયો હતો. આ લૂકમાં દીપિકાનો ફ્રન્ટ લૂક રજૂ થયો હતો.

બૉયફ્રેન્ડે કરેલા એસિડ એટેકથી ઊગરી ગયેલી યુવતી લક્ષ્મી અગ્રવાલની બાયો-ફિલ્મ છપાક્ મેઘના ગુલઝાર બનાવી રહી છે જેમાં લક્ષ્મીનો રોલ દીપિકા કરી રહી છે. આ રોલ સાવ બિન-ગ્લેમરસ અને સહેલાઇથી દીપિકાને ઓળખી ન શકાય એવો છે. 

મેઘનાએ રોકેલા પ્રોલસ્થેટિક મેકપ મેને ખરેખર કમાલ કરી બતાવી છે. સોશ્યલ મિડિયા પર અગાઉથી ફિલ્મની જાહેરાત કરાઇ હોવાથી લોકોને ખ્યાલ હતો કે આ દીપિકા છે. બાકી સહેલાઇથી ઓળખી ન શકાય એવો ગેટપ દીપિકાનો તૈયાર કરાયો હતો.  

ખુલ્લા વાળ, દાઝી ગયેલા ચહેરા પર કરાયેલી પ્લાસ્ટિક સર્જરી છતાં હોઠો પર સ્મિત દ્વારા દીપિકાનો આ લૂક સોશ્યલ મિડિયા પર વાઇરલ થયો હતો. રણવીર સિંઘ સાથે લગ્ન કર્યા બાદ આ દીપિકાએ સ્વીકારેલી પહેલી ફિલ્મ છે.

હજ્જારો લોકોએે દીપિકાને બિરદાવી હતી. આ પ્રકારના નોન-ગ્લેમરસ રોલ્લ કરવા મોખરાની અભિનેત્રીઓ જલદી તૈયાર થતી નથી. અગાઉ સરબજિતમાં ઐશ્વર્યા રાય બચ્ચને આવો નેાન-ગ્લેમરસ રોલ કર્યો હતો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G6P7sE
via Latest Gujarati News

Post a Comment

0 Comments